કોરોના સંક્રમણને અટકાવવા માટે હોળીના તહેવાર પર વિશ્વ વિખ્યાત JalaramTempleના દરવાજા રહેશે બંધ

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ અને હોળી અને ધુળેટીના તહેવારને લઈને વિશ્વ વિખ્યાત જલારામ મંદિરને (Jalaram Temple) આવતા 3 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા લેવામાં આવ્યો છે.

Charmi Katira

| Edited By: Kunjan Shukal

Mar 27, 2021 | 4:26 PM

ગુજરાતમાં વધી રહેલા કોરોનાના સંક્રમણ અને હોળી અને ધુળેટીના તહેવારને લઈને વિશ્વ વિખ્યાત જલારામ મંદિરને (Jalaram Temple) આવતા 3 દિવસ માટે બંધ કરવાનો નિર્ણય મંદિરના ગાદીપતિ રઘુરામ બાપા દ્વારા લેવામાં આવ્યો છે. આ 3 દિવસ દરમિયાન જલારામ મંદિર (Jalaram Temple) દ્વારા ચલાવવામાં આવતું સદાવ્રત પણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. સદાવ્રત અને અન્નક્ષેત્ર માત્ર સાધુ સંતો માટે જ ચાલુ રહેશે.

 

ગુજરાતમાં જ્યારે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે હોળી અને ધુળેટીના તહેવારમાં વીરપુરમાં કોઈ ભીડ એકઠી ના થાય તેના માટે અને કોરોના વધુ ના ફેલાય તેના માટે પગલાં લીધા છે. વીરપુર જલારામ મંદિર 3 દિવસ એટલે કે તારીખ 27થી 29 તારીખ સુધી બંધ રહેશે. આ દિવસ દરમિયાન મંદિરના તમામ જાતના દર્શન પણ બંધ રાખવા આવ્યા છે સાથે જલારામ ભક્તોને આ 3 દિવસ દરમિયાન જલારામ બાપાની ભક્તિ ઘરે રહીને કરવા વિનંતી કરવામાં આવેલ છે. જલારામ મંદિર ફરી આવતી 30 તારીખથી રાબેતા મુજબ ભક્તો માટે ખુલ્લુ મુકવામાં આવનાર છે.

 

 

દેવભૂમિ દ્વારકાના જગત મંદિરમાં ફૂલડોલ ઉત્સવ દરમિયાન ભકતોને પ્રવેશ બંધ રાખવાના નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકામાં અઢી લાખથી વધુ લોકો હોળી અને ફુલડોલ ઉત્સવ સમયે દ્વારકામાં દર્શને આવતા હોય છે, પરંતુ આ વખતે કોરોનાને લઈ તંત્ર દ્વારા તા. 27,28 અને 29ના રોજ મંદિર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. દ્વારકાધીશ મંદિર તેમજ ટાઉનમાં 4 ડી.વાય.એસ.પી , 5 પી.આઈ, 18 પી.એસ.આઈ સહિત 500 જેટલા સુરક્ષા જવાનો પોતાની ફરજ નિભાવશે.

 

નોંધનીય છે કે, ગુજરાતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં લેતા હોળીના તહેવાર સંદર્ભે પરંપરાગત રીતે મર્યાદિત સંખ્યા સાથે હોળી પ્રગટાવી શકાશે, તેમજ હોળીની પ્રદક્ષિણાની સાથે સાથે ધાર્મિક વિધિ પણ કરી શકાશે. પરંતુ હોળી દહનના કાર્યક્રમ દરમિયાન ભીડ એકત્રિત ના થાય તથા કોરોના સંબંધમાં પ્રવર્તમાન ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે અંગે આયોજકોએ તકેદારી રાખવાની રહેશે.

 

15 ફેબ્રુઆરીએ કોરોનાના 249 કેસ હતાં, જે 25 માર્ચના રોજ એક મહિના બાદ વધીને 1,961એ પહોંચ્યા છે. આમ એક મહિનામાં કોરોનાના કેસમાં 1,721 કેસનો ઉછાળો થયો છે. એટલે કે એક મહિનામાં કોરોનાના ચાર ગણા કેસ વધ્યા છે.

 

આ પણ વાંચો: Gujarat Corona: સૌરાષ્ટ્રમાં કોરોનાનો સપાટો, એક જ દિવસમાં 329 કેસ અને 9નાં મોતથી આરોગ્ય વિભાગમાં સન્નાટો

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati