Vaccination : ગુજરાતમાં 41 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, કુલ ડોઝ બે કરોડને પાર

|

Jun 30, 2021 | 9:55 PM

ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૦ મી જૂન-ર૦ર૧ સાંજ સુધીમાં બે કરોડને પાર થઈ ગઇ છે. એટલું જ નહિ, પ૬ લાખ ૧૬ હજાર ૭૩૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

Vaccination : ગુજરાતમાં 41 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો, કુલ ડોઝ બે કરોડને પાર
ગુજરાતમાં 41 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

Follow us on

ગુજરાતના કોરોના(Corona)  વાયરસની મહામારીમાં તેના બચાવના ઉપાય તરીકે કોરોના રસીકરણ(Vaccination) ની ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં રાજ્યવ્યાપી સઘન કામગીરી અન્વયે ૩૦મી જૂન-ર૦ર૧ સુધીમાં રાજ્યમાં ૪૧ ટકા લોકોને વેકસીનના પ્રથમ ડોઝથી સુરક્ષિત કરવામાં આવ્યા છે.

પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા  બે કરોડને પાર

રાજ્યમાં ૧૮ વર્ષથી ઉપરની વયના કોરોના રસીકરણ(Vaccination)  માટે પાત્રતા ધરાવતા કુલ ૪,૯૩,ર૦,૯૦૩ લોકોમાંથી ૪૦.૭૭ ટકા એટલે કે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને અત્યાર સુધીમાં કોરોના વેકસીનનો પ્રથમ ડોઝ આપી દેવાયો છે. ગુજરાતમાં પ્રથમ ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩૦ મી જૂન-ર૦ર૧ સાંજ સુધીમાં બે કરોડને પાર થઈ ગઇ છે. એટલું જ નહિ, પ૬ લાખ ૧૬ હજાર ૭૩૬ લોકોને બીજો ડોઝ આપવામાં આવેલો છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

વેકસીનેશન આપવા માટે ઝૂંબેશ

મુખ્યમંત્રી  વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં કોરોના(Corona)  વેકસીનેશનની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા દરમ્યાન આ વિગતો આપવામાં આવી હતી.રાજ્યમાં ૩૦મી જૂનના દિવસે ર લાખ ૮૪ હજાર ૧રપ લોકોને કોરોના રસી આપવામાં આવી હતી.ગુજરાતના સીએમ વિજય રૂપાણીના દિશાદર્શનમાં રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના સૌ કર્મીઓએ લોકોને કોરોના વેકસીનેશન માટે આદરેલી ઝૂંબેશના પરિણામે ૩૦મી જૂન સુધીમાં ર કરોડ પ૬ લાખ ૭૭ હજાર ૯૯૧ લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

ગુજરાતમાં ૩૦મી જૂન સુધીમાં જે ર કરોડ ૬૧ હજાર રપપ લોકોને પ્રથમ ડોઝ અપાયો છે તેમાં ૧૯,૬૩,૦પ૮ હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર, ૪પ થી વધુ વયના ૧,૦૮,૨૯,૪૫૨ તેમજ ૧૮ થી ૪૪ વયજૂથના ૭ર,૬૮,૪૭પ લોકોનો સમાવેશ થાય છે.

કોર કિમટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જામંત્રી સૌરભ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, ગૃહના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, આરોગ્ય અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Next Article