Breaking News: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં પૂર્વ CM વિજય રુપાણી પણ હતા સવાર, દીકરી મળવા જઈ રહ્યા હતા

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણી હોવાની શક્યતા જણાવાઈ રહી છે.

Breaking News: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં પૂર્વ CM વિજય રુપાણી પણ હતા સવાર, દીકરી મળવા જઈ રહ્યા હતા
former cm vijay rupani
| Updated on: Jun 12, 2025 | 4:20 PM

અમદાવાદના મેઘાણીનગરમાં એર ઈન્ડિયાનું પેસેન્જર પ્લેન ક્રેશ થયુ છે. પ્લેન ક્રેશ થતા આસપાસના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે. મળતી માહિતી આ પ્લેનમાં ગુજરાતના પૂર્વ CM વિજય રુપાણી હોવાની આશંકા જતાવાઈ રહી હતી હવે પુષ્ટિ થઈ છે આ પૂર્વ CM વિજય રુપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા.

પૂર્વ CM વિજય રુપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર

મળતી માહિતી મુજબ અમદાવાદના મેઘાણીનગરમાં આવેલ ઘોડા કેમ્પ પાસે પ્લેન ક્રેશ થયુ છે.  IGB કમ્પાઉન્ડમાં પ્લેન તૂટી પડ્યું છે. જેના પગલે આસપાસના વિસ્તારમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. દુર્ઘટના બાદ રસ્તાઓ બંધ થયા છે. મળતી માહિતી અનુસાર ટેક ઓફ કરતા સમયે પ્લેન ક્રેશ થયું હોવાનું સામે આવ્યું છે. આ પૂર્વ CM વિજય રુપાણી દુર્ઘટનાગ્રસ્ત પ્લેનમાં સવાર હતા.

વિજય રુપાણી પ્લેન ટિકિટ આવી સામે

આ પ્લેનમાં ઘણા પેસેન્જર સવાર હતા જેમાં વિજય રુપાણી પણ હતા મળતી માહિતી મુજબ રુપાણીની ટિકિટ સામે આવી છે અને માહિતી મળી રહી છે પૂર્વ CM પોતાની દિકરીને લંડન મળવા જઈ રહ્યા હતા. તેમજ આ પ્લેનમાં તેઓ પરિવાર માંથી એકલા સવાર હતા.

242 લોકો પ્લેનમાં સવાર હતા

NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ ઈજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહ્યા છે. આ પ્લેનમાં પેસેન્જર્સ ,ક્રૂ મેમ્બર સહિત 242 લોકો સવાર હતા જેમાં 133 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ આ ઘટનામાં મોટી જાનહાનીની આશંકા જતાવાઈ છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 2:26 pm, Thu, 12 June 25