Breaking news: ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરાયા

|

Apr 27, 2023 | 6:53 PM

ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેમાં ચંદ્રદીપ ચૌહાણ,મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત,સંજય સોલંકી,અને મહેશ ચૌહાણનો સમાવેશ થાય છે.

Breaking news: ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરાયા
Image Credit source: TV9 Digital

Follow us on

ભાવનગર ડમી ઉમેદવાર કાંડમાં વધુ 5 આરોપીઓને જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેમાં ચંદ્રદીપ ચૌહાણ,મહાવીરસિંહ સરવૈયા,કીર્તિકુમાર પનોત,સંજય સોલંકી,અને મહેશ ચૌહાણનો સમાવેશ થાય છે. ડમી ઉમેદવાર કાંડમાં અત્યાર સુધીમાં 20 આરોપીઓ જેલ હવાલે થયા છે. અન્ય 7 આરોપીઓ પૈકી 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ અને 3 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. ભાવનગરના સમાચાર અહીં વાંચો.

ડમીકાંડ-તોડકાંડમાં યુવરાજસિંહના સાળાના રિમાન્ડ મંજૂર

બીજી બાજુ, તોડકાંડમાં યુવરાજસિંહના સાળા શિવુભાના 4 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. પોલીસે યુવરાજસિંહના સાળા શિવુભાને ભાવનગરની કોર્ટમાં રજૂ કર્યો હતો. જયાં કોર્ટે આરોપીના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. શિવુભાના મિત્રના ઘરેથી 25.50 લાખ રૂપિયા રિકવર થયા છે. જે મુદ્દે પોલીસ રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરશે. પોલીસે અત્યાર સુધીમાં 73.5 લાખ રૂપિયા જપ્ત કરી લીધા છે.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

આ પણ વાંચો : Breaking News : ડમીકાંડના તોડકાંડમાં લેવાયેલા 38 લાખ રૂપિયા પોલીસે કર્યા જપ્ત, યુવરાજસિંહના સાળા કાનભાના મિત્રના ઘરેથી રિકવર કરાયા રુપિયા

નોંધનીય છેકે યુવરાજસિંહે પ્રકાશ દવેનું નામ ડમી તરીકે જાહેર ન કરવા બદલ કુલ 70 લાખની માગણી કરી હતી. જે બાદ 45 લાખ રૂપિયામાં ડીલ ફાઇનલ થઇ. આ માટે યુવરાજના સાળા શિવુભાની ઓફિસે પ્રકાશ સાથે બેઠક કરવામાં આવી, જેમાં યુવરાજસિંહના સાળા સહિત અન્ય કેટલાક લોકો પણ ઉપસ્થિત હતા. ડીલ મુજબ પ્રકાશ દવેએ ઘનશ્યામ લાંઘવાને 45 લાખ રૂપિયા આપ્યા હતા. ઘનશ્યામ લાંઘવાએ યુવરાજસિંહ વતી આ રૂપિયા લીધા હોવાની માહિતી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

  

Published On - 6:19 pm, Thu, 27 April 23

Next Article