દિવાળીના તહેવારમાં માત્ર બે કલાક જ ફટાકડાં ફોડી શકાશે, ઓનલાઇન ફટાકડાં વેચાણ પર પ્રતિબંધ

|

Oct 29, 2021 | 6:12 PM

ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે.

દિવાળીના તહેવાર નિમિતે ગૃહ વિભાગે જાહેરનામું બહાર પાડયું છે. જે સુપ્રીમકોર્ટના હુકમ મુજબ ફટાકડા ફોડવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ વિદેશી ફટાકડાની આયાત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉપરાંત ઓનલાઈન ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ તથા ફટાકડા ફોડવાના સમય અંગે જાણકારી આપવામાં આવી છે.

લાઇસન્સધારક વેપારીઓ જ ફટાકડા વેચી શકશે
ગુજરાત સરકાર દ્વારા કરાયેલા જાહેરનામા મુજબ, ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડાનું ઉત્પાદન અને વેચાણ કરવાની જ પરવાનગી આપવામાં આવી છે. આ સિવાયના તમામ પ્રકારના ફટાકડા અને વેચાણ પર સુપ્રીમકોર્ટ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. આ સાથે માત્ર લાઇસન્સધારક વેપારીઓ જ ફટાકડાનું વેચાણ કરી શકશે.

રાત્રે 8થી 10 કલાક ફટાકડા ફોડી શકાશે
ઈ-કોમર્સ વેબસાઈટ પર ઓનલાઈન તમામ પ્રકારના ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્યમાં દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રે 8થી 10 વાગ્યા સુધીમાં જ ફટાકડા ફોડી શકાશે, એટલે કે બે કલાકના સમયગાળામાં જ ફટાકડા ફોડવાની મંજૂરી અપાઈ છે. જોકે બેસતા વર્ષના દિવસે રાત્રે 11.55 કલાકથી 12.30 વાગ્યા સુધી ફટાકડા ફોડવાની મંજૂરી આપવામાં આવી છે.

તહેવારોના ઉન્માદમાં આરોગ્યનું રાખજો ધ્યાન

નોંધનીય છેકે હજુ પણ રાજયમાં કોરોનાને લઇને અગમચેતી રાખવા સૂચનાઓ આપવામાં આવી રહી છે. અને, દિવાળી બાદ કોરોનાની ત્રીજી લહેરની શકયતાઓ સેવાઇ રહી છે. ત્યારે તહેવારોના ઉન્માદમાં પોતાના આરોગ્ય સાથે ચેડાં ન થાય તેનું ધ્યાન રાખવા સૌકોઇને અપીલ કરવામાં આવી રહી છે.

Next Video