
વાપીના બલીઠા વિસ્તારમાં આ આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ 2 જેટલાં ફાયર ફાઈટરોએ સ્થળ ઉપર આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કર્યા હતા. જો કે ગોડાઉનની બાજુમાં જ રેહણાક બિલ્ડીંગ હોવાથી લોકોમાં ભય ફેલાયો હતો. લોકો પોતાના ઘરમાંથી નીચે ઉતરી ગયા હતા. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સામે આવ્યું નથી.
ભંગારના આ ગોડાઉનમાં જ્વલંતશીલ પદાર્થો હોવાથી આખું ગોડાઉન આગની ચપેટમાં આવી ગયું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી ભંગારના ગોડાઉનમાં આગ લાગવાના બનાવો સતત બની રહ્યા છે અને ખાસ કરીને ભંગારની આ પ્રવૃત્તિ રેહણાક વિસ્તારોમાં પણ ધમધમી રહી છે.ત્યારે આ મામલે તંત્રએ કડક પગલા લઈને આવા ગોડાઉનોને રહેણાક વિસ્તારોથી દૂર રાખવા પ્રયત્ન કરે તે જરુરી છે. હાલ ફાયર-ફાયટરોએ મહેનત બાદ આગને કાબૂમાં લઈ લીધી છે.
[yop_poll id=1319]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]