Navsari: ગ્રીડ પાસે આવેલ ગેસ લાઈનમાં લાગી ભીષણ આગ, ફાયર બ્રિગેડ પહોંચી ઘટના સ્થળે
Navsari: શહેરમાં ગ્રીડ પાસે આવેલ ગેસ લાઇનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફાયર બ્રિગેડના જવાનોએ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.
Navsari: શહેરમાં ગ્રીડ પાસે આવેલ ગેસ લાઇનમાં (Gas Line) ભીષણ આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. ગ્રીડ પાસે આવેલ ગેસ લાઇનમાં લાગી ભીષણ આગ લાગતા ચકચાર મચી જવા પામ્યો હતો. આગ લાગવાની ઘટના બાદ ફાયર કોલ મળતા ફાયર બ્રિગેડની ચાર ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોએ ફોમનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ એટલી વધુ હતી કે મહા મહેનત બાદ આગ કાબુમાં આવી છે.
શહેરમાં આગની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડને ફોન કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડને ફોન કરતા ચાર ગાડી ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને ફાયર બ્રિગેડના જવાનોએ ગેસ લાઈનમાં લાગેલી આગ પર ફોમનો મારો ચલાવ્યો હતો. ત્યારે જઈને આગ કાબુમાં આવી હતી. ગેસ લાઈનમાં આગ લાગવાનું કારણ હજુ સામે આવ્યું નથી. પરંતુ આ રીતે આગ લાગવાથી લોકોની સલામતી અંગે સવાલો જરૂર ઉભા થઇ રહ્યા છે.
આ પણ વાંચો: ગજબ ! પાકિસ્તાનની આ મહિલાઓ 65 વર્ષ સુધી બાળકોને આપી શકે છે જન્મ, 80 વર્ષે પણ દેખાય છે યુવાન, જાણો કારણ
આ પણ વાંચો: Rajkot: સીઆર પાટીલના કાર્યક્રમ પહેલા ભાજપના જૂથો વચ્ચે ગજગ્રાહ, રામ મોકરિયાએ આપ્યું મોટું નિવેદન