વલસાડ: ધમડાચીના પીરૂ ફળિયામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી આગ, જુઓ VIDEO

વલસાડ નજીક આવેલા ધમડાચીના પીરૂ ફળિયામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી હતી. દિવાળીના દિવસે સવારના સમયે શોર્ટ સર્કિટથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા સળગવા લાગતાં ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં હતા, જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ […]

વલસાડ: ધમડાચીના પીરૂ ફળિયામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં લાગી આગ, જુઓ VIDEO
| Updated on: Nov 14, 2020 | 6:15 PM

વલસાડ નજીક આવેલા ધમડાચીના પીરૂ ફળિયામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી હતી. દિવાળીના દિવસે સવારના સમયે શોર્ટ સર્કિટથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા સળગવા લાગતાં ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં હતા, જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો હતો. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. બીજી તરફ પોલીસ કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડને કોઈ અડચણ ન આવે તે માટે કંપની તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદઃ સિવિલ હોસ્પિટલમાં કાળી ચૌદશની રાત રહી ભારે, એક જ રાતમાં ઇમરજન્સી કેસમાં 98 દર્દીઓ આવ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો