સુરતના લાલદરવાજા વિસ્તારની આયુષ હોસ્પિટલમાં આગ

|

Apr 26, 2021 | 7:31 AM

ગત મોડી રાત્રે આયુષ હોસ્પિટલના ( AYUSH Hospital ) પાચમા માળે આવેલ વોર્ડમાં શોર્ટ સરકીટથી આગ લાગી હતી. લપકારા મારતી આગની જવાળાઓ દેખાતા જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓમા ભયનો માહોલ સર્જાયો હતો.

સુરતમા હોસ્પિટલમાં આગ લાગવાનો વધુ એક બનાવ ગત મોડીરાત્રે બન્યો હતો. સુરતના લાલદરવાજા વિસ્તારમાં આયુષ હોસ્પિટલ ( AYUSH Hospital ) આવેલી છે. આ આયુષ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ જાહેર કરેલ છે. તેથી આયુષ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પણ દાખલ હતા.

ગત મોડી રાત્રે આયુષ હોસ્પિટલના પાચમા માળે આવેલ વોર્ડમાં શોર્ટ સરકીટથી આગ લાગી હતી. લપકારા મારતી આગની જવાળાઓ દેખાતા જ હોસ્પિટલમાં દાખલ દર્દીઓ અને તેમના સગાઓમા ભયનો માહોલ સર્જાયો હતો. એક તબર્રે આગને કારણે દોડાદોડી મચી ગઈ ગતી.

કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલ આયુષ હોસ્પિટલમાં આગ લાગ્યાના સમાચાર જાણીને, સુરત ફાયર બ્રિગેડે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. શહેરના અનેક ફાયર સ્ટેશનેથી ફાયરટેન્કર, ફાયર જવાનો લાલદરવાજા વિસ્તારની આયુષ હોસ્પિટલમાં આવી પહોચ્યા હતા. અને પાંચમા માળે લાગેલી આગને કારણે ફસાયેલા દર્દીઓને બચાવવાની કામગીરી હાઈડ્રોલિક પ્લેટફોર્મની મદદથી હાથ ધરી હતી.

આયુષ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ અને તેમના સગાઓ આગથી બચવા માટે હોસ્પિટલની ઉપર જઈને ટેરેસ પર જતા રહ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કોરોનાના 12 દર્દીઓની પ્રમાણમાં ગંભીર હોવાથી અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આગ લાગવાનું પ્રાથમિક કારણ એરકન્ડીશન માં શોર્ટસરકીકટને કારણે આગ લાગી હોવાનું જણાયુ છે. જો કે ફાયર બ્રિગેડના જવાનોએ આગને કાબુમાં લઈ લેતા સૌ કોઈને હાશકારો થયો હતો.

Next Video