જાણો અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા કેવો છે વધારો ઘટાડો 

|

Oct 13, 2021 | 6:44 AM

અમદાવાદ એરપોર્ટ એરટ્રાફિકમાં પણ વધારો થયો છે તેમજ દરરોજ ઓપરેટ થતી ફ્લાઇટની સંખ્યામાં પણ વધારો થયો છે.  મે મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યા 110 ટકા સુધી વધી છે.

જાણો અમદાવાદ એરપોર્ટ પર ડોમેસ્ટિક મુસાફરોની સંખ્યા કેવો છે વધારો ઘટાડો 
Find out the increase and decrease in number of domestic passengers at Ahmedabad Airport (File Photo)

Follow us on

ગુજરાતમાં(Gujarat)  કોરોના (Corona) વાયરસના કેસો દિવસે દિવસે ઘટતા જોવા મળી રહ્યા છે. તેમજ કેસો ઘટતા લોકોના ધંધા રોજગાર ફરી એકવાર ધમધમી રહ્યા છે.ત્યારે અમદાવાદ એરપોર્ટ(Ahmedabad Airport)  પર  ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં મે માસના સરખામણીએ ઓગષ્ટ માસમાં મુસાફરોની સંખ્યામાં 218 ટકા વધારો જોવા મળ્યો છે.

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ એરટ્રાફિકમાં પણ વધારો થયો છે તેમજ દરરોજ ઓપરેટ થતી ફ્લાઇટની સંખ્યામાં પણ વધારો થયો છે.  મે મહિનાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યા 110 ટકા સુધી વધી છે.

આ ઉપરાંત રાજ્યના બીજા વ્યસ્ત સુરત એરપોર્ટ પર ફ્લાઈટની સંખ્યા 89 ટકા સુધી વધી હતી જ્યારે મુસાફરોમાં 382 ટકા જેટલા વધારો નોંધાયો હતો.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

અમદાવાદ એરપોર્ટ ઓર્થોરિટીના જણાવ્યા મુજ દેશમાં કોરોનાની બીજી લહેર શરૂ થઈ તેના કારણે મુસાફરોની સંખ્યા ઘટી હતી. પરંતુ હાલ ત્રીજી લહેરને લઈ એવા કોઈ સંકેતો નહિ મળતા ફ્લાઈટમાં મુસાફરી કરતા યાત્રીઓમાં રોજ વધારો થઈ રહ્યો છે. જેમાં હાલ અમદાવાદ એરપોર્ટ પર ઓક્ટોબર મહિનામાં દરરોજ સરેરાશ 185 ફ્લાઈટમાં આશરે 18,500 મુસાફરો યાત્રા કરી રહ્યાં છે જ્યારે સુરત એરપોર્ટ પર સરેરાશ 30 ફ્લાઈટમાં દરરોજ ત્રણ હજાર મુસાફરો યાત્રા કરી રહ્યાં છે.

આમ કોરોનાની ત્રીજી લહેરની નહિવત આશંકાને પગલે  હવાઈ મુસાફરોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

જેમાં અમદાવાદ શહેરમાં મે માસમાં 2009 ફ્લાઇટ ઓપરેટ થતી હતી અને 1,39,585 યાત્રીઓએ મુસાફરી કરી હતી. જ્યારે જૂન માસમાં 2378 ફલાઈટ ઓપરેટ થતી હતી અને 2,33,136 યાત્રીઓએ મુસાફરી કરી હતી. તેમજ જુલાઇ માસમાં આ ફલાઈટની સંખ્યા વધીને 3624 થઈ અને યાત્રીઓની સંખ્યા 3, 45, 431 સુધી  પહોંચી હતી.

જયારે ઓગષ્ટ માસમાં ફ્લાઇટની સંખ્યા 4224 થઈ હતી અને મુસાફરોની સંખ્યા 4,43,355 થઈ હતી. જયારે ઑક્ટોબર માસમાં દરરોજ 18,500 મુસાફરો સરેરાશ મુસાફરી કરી રહ્યાં છે.

આમ, જેમ જેમ તહેવારો આવશે તેમ તેમ હવાઇ મુસાફરોની સંખ્યા અને ફ્લાઇટની સંખ્યામાં પણ વધારો થશે.તેમજ હાલ કેન્દ્ર સરકાર દ્વારા 18 ઑક્ટો  બાદ હવાઈ પ્રતિબંધોને સંપૂર્ણ ઉઠાવી લેવાની વિચારણા કરવામાં આવી રહી છે જેના પગલે આગામી દિવસોમાં એરપોર્ટ ફરીથી ધમધમતું જોવા મળશે.

આ પણ વાંચો : કોલસા અને વીજળી સંકટ વચ્ચે કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આગામી 5 દિવસમાં દૈનિક કોલસાનું ઉત્પાદન વધશે

આ પણ વાંચો : JAMNAGAR : ગુગળી બ્રાહ્મણ 505 મહિલા મંડળ છેલ્લા 75 વર્ષથી પ્રાચીન ગરબાથી માતાની કરે છે આરાધાના

Published On - 6:42 am, Wed, 13 October 21

Next Article