ગુજરાતની એક સ્કૂલમાં ફી મામલે વાલી અને સંચાલક વચ્ચે થઇ મગજમારી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન

|

Feb 06, 2019 | 10:23 AM

‘ચોર કોટવાલને દંડે’ એ કહેવત તો તમે સાંભળી હશે પણ આ કહેવતને સાર્થક કરતી એક ઘટના બની આણંદની એક ખાનગી સ્કુલમાં, જ્યાં ભણતા એક વિદ્યાર્થીના વાલી દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીની ફી ભરવામાં ન આવતા સ્કુલ સંચાલકોએ વાલીને સ્કુલમાં બોલાવતા વાલીએ સ્કુલમાં હોબાળો મચાવ્યો. બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. Web Stories View more […]

ગુજરાતની એક સ્કૂલમાં ફી મામલે વાલી અને સંચાલક વચ્ચે થઇ મગજમારી, મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન
fight between parents school authority

Follow us on

‘ચોર કોટવાલને દંડે’ એ કહેવત તો તમે સાંભળી હશે પણ આ કહેવતને સાર્થક કરતી એક ઘટના બની આણંદની એક ખાનગી સ્કુલમાં, જ્યાં ભણતા એક વિદ્યાર્થીના વાલી દ્વારા છેલ્લા બે વર્ષથી વિદ્યાર્થીની ફી ભરવામાં ન આવતા સ્કુલ સંચાલકોએ વાલીને સ્કુલમાં બોલાવતા વાલીએ સ્કુલમાં હોબાળો મચાવ્યો. બંને પક્ષ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વાત છે આણંદ લાંભવેલ રોડ પર આવેલ જલારામ ઇન્ટરનેશનલ સ્કુલની જ્યાં તારીખ .૦૨.૦૨.૨૦૧૯ સમય સવારના ૧૧;૧૫ થી ૧૨ કલાકનો ,સ્કુલના ધોરણ ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી બંસી કશ્યપ પટેલની છેલ્લા બે વર્ષ ૨૦૧૭-૧૮ અને ૨૦૧૮-૧૯ની કુલ ૫૦ હજારની ફી બાકી હતી જેથી સ્કુલ સંચાલકો દ્વારા વિદ્યાર્થીના વાલીને આ અંગે જાણ કરવામાં આવી હતી. ગત સપ્ટેમ્બર માસમાં વિદ્યાર્થીના વાલી દ્વારા સ્કુલમાં રૂપિયા ૫૦ હજારનો ચેક આપવામાં આવ્યો હતો પણ જયારે સ્કુલ દ્વારા ગત જાન્યુઆરી માસમાં આ ચેક જમા કરાવવામાં આવ્યો ત્યારે ચેક બાઉન્સ થયો જેથી સંચાલકોએ વિદ્યાર્થીના વાલીને સ્કુલમાં બોલાવ્યા. વિદ્યાર્થીના વાલી કશ્યપ પટેલ સ્કુલમાં પહોચી હોબાળો કર્યો સ્કુલ સંચાલકો દ્વારા વાલીને સમજાવવાના પ્રયાસ કરાયા છતાં વાલી ન સમજતા શાળા સંચાલકો દ્વારા તેમને સ્કુલ કેમ્પસની બહાર કાઢવામાં આવ્યા હતા

વિદ્યાર્થીના વાલી દ્વારા પોતાના બાળકની ફી બાકી હોવા છતાં છેલ્લા બે વર્ષથી ફી ભરવાને બદલે આર્થિક સ્થિતિનું બહાનું આગળ ધરી ફી ભરવાથી દુર ભાગી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીના હિતમાં શાળા તરફથી કેવા પગલા ભરવામાં આવે છે અને પોલીસ તપાસમાં શું બહાર આવે છે.

TV9 Gujarati

[yop_poll id=”1135″]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી. 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

 

Published On - 10:20 am, Wed, 6 February 19

Next Article