Patan: ‘શિયાળુમાં મળે તો મળે, આ પાક તો ફેઈલ ગયો’, મોડા ચોમાસાથી પાક બગડતા જગતના તાતની છલકાઈ વ્યથા

|

Sep 20, 2021 | 10:06 PM

Patan: પહેલા વરસાદ એવો ખેંચાયો કે વાવેતર પર સંકટ ઉભુ થયું અને બાદમાં વરસાદ જગતના તાત માથે ચિંતાના વાદળ બનીને વરસ્યો છે. ચાલો જાણીએ ખેડૂતનું શું કહેવું છે.

પહેલા વરસાદ એવો ખેંચાયો કે વાવેતર પર સંકટ ઉભુ થયું અને બાદમાં વરસાદ જગતના તાત માથે ચિંતાના વાદળ બનીને વરસ્યો જી હા સમગ્ર ગુજરાતમાં વરસેલા વરસાદે ખેડૂતના તાતની ચિંતા વધારી દીધી છે. એવી જ ચિંતા પાટણના ખેડૂતોમાં પણ વ્યાપી ગઈ છે. પાટણ જિલ્લામાં ચોમાસાની શરુઆતથી મોંઘી દવા, મોંઘી ખેડ, મોંઘું બીયારણ સહિતનો ખર્ચ ખેડૂતે કર્યો. આટલી મહેનત બાદ પાક તૈયાર કર્યો. પરંતુ ભાદરવામાં ભરપૂર વરસાદ વરસતા જગતના તાતને તૈયાર કરેલ મોંઘો પાક નીષ્ફળ જવાનો ભય સતાવવા લાગ્યો છે.

તમને જણાવી દઈએ કે સતત પડતા વરસાદથી ચોમાસાના વાવેતરમાં બગાડ શરૂ થયો છે. કપાસનો તૈયાર પાક કાળો થઇ ગયો છે. તો બાજરી પર આવેલ દાણાં પણ કાળા થવા લાગ્યા છે. તેટલું જ નહિ એરંડા અને કઠોળનું વાવેતર પર પણ સંકટ છવાયું છે.

આ બાબતને લઈને બીજી તરફ ખેતી નીયામકે ભારે વરસાદથી થતાં નુકસાનને બચાવવા માટે ખેડૂતોને પાકને નુકસાન બચાવવા અમુક સલાહ આપી છે. તેમણે કહ્યું કે પાકમાં પાણી ભરાવાથી પાક બગડે છે. આવી સ્થિતિમાં પાણીનો નિકાલ કરવો જોઈએ. ખાસ કરીને કપાસમાં ગુલાબી ઈયલની સંભાવના રહે છે. આવા સમયે પણ ધ્યાન રાખવું જોઈએ. વિડીયોમાં જુઓ શું સલાહ આપી ખેતી નીયામકે.

 

આ પણ વાંચો: GANDHINAGAR : કેબિનેટ પ્રધાન અર્જુનસિંહ ચૌહાણે સંભાળ્યો ચાર્જ, વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી

આ પણ વાંચો : આધુનિક સમાજમાં એકતા-સમાનતા માટે રામાનુજાચાર્યના વિચારો મહત્વપૂર્ણ: ત્રિદંડી ચિન્ના જીયાર સ્વામી

Next Video