Surat: સ્વજન તો ગુમાવ્યું, ક્યારે મળશે સહાય? સરકારી સહાયથી અનેક પરિવારો આજે પણ વંચિત

|

May 11, 2021 | 6:34 PM

જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો સતત તંત્રને રજૂઆત કરીને સહાયની માગ કરી રહ્યા છે. તો યુનીયન લીડર પણ તેમની રજૂઆતને તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે.

કોરોનાકાળમાં કોરોના વોરિયર્સનું જો કોરોનાથી અવસાન થશે તો તેને કેન્દ્ર અને રાજ્ય સરકાર સહાય કરશે. સરકારે કરેલી આ જાહેરાત બાદ અનેક કોરોના વોરિયર્સના પરિવારો એવા છે, જેમણે પોતાનું સ્વજન તો ગુમાવ્યું, પરંતુ સરકાર તરફથી મળતી સહાયથી તેઓ વંચિત છે.

સુરતમાં આશરે 22 હજાર કર્મચારીઓ દિવસ રાત કરીને કોરોના સામે મોરચો માંડીને બેઠા છે. જોકે 2 હજાર જેટલા કર્મચારીઓ સંક્રમિત થયા, તો કેટલાક કમનસીબ કર્મચારીઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો. જોકે આવા પરિવારો આજે પણ સરકારી સહાય માટે રઝળપાટ કરી રહ્યા છે.

જે કોરોના વોરિયર્સે જીવ ગુમાવ્યો છે તેમના પરિવારજનો સતત તંત્રને રજૂઆત કરીને સહાયની માગ કરી રહ્યા છે. તો યુનીયન લીડર પણ તેમની રજૂઆતને તંત્ર સુધી પહોંચાડી રહ્યા છે, પરંતુ તંત્રના બહેરા કાને તેઓની રજૂઆત ન પહોંચતી હોય તેમ આજદીન સુધી સુરતના એક પણ પરિવારને સહાય નથી મળી. પ્રાપ્ત વિગતો અનુસાર સુરતમાં 2020માં 25 અને અત્યાર સુધી કુલ 44 કોરોના વોરિયર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે, જેમાંથી માત્ર 4 જ પરિવારોને સહાય મળી છે.

Next Video