Dahod સ્માર્ટ સિટી બન્યા બાદ પણ આજે પણ ગંદકીનો ભરમાળ

|

Mar 07, 2021 | 5:10 PM

દાહોદ (Dahod) સ્માર્ટ સીટી બની રહ્યું છે કેટલાક પ્રોજેકટો ઉપર ઘણું ખરું કામ પણ હાથમાં લેવાઈ ગયું છે. પરંતુ દાહોદમાં (Dahod) આવેલી ઐતિહાસિક દધિચી દુધીમતિ નદીમાં દાહોદ નગરપાલિકાએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે.

દાહોદ (Dahod) સ્માર્ટ સીટી બની રહ્યું છે કેટલાક પ્રોજેકટો ઉપર ઘણું ખરું કામ પણ હાથમાં લેવાઈ ગયું છે. પરંતુ દાહોદમાં (Dahod) આવેલી ઐતિહાસિક દધિચી દુધીમતિ નદીમાં દાહોદ નગરપાલિકાએ કરોડો રૂપિયાનો ધુમાડો કરી નાખ્યો છે. પરંતુ ઐતિહાસિક નદીની કાયાપલટ કરવાની જગ્યાએ ઐતિહાસિક દૂધીમતિ નદી ગંદકીમાં ખદ બદી રહી છે. દાહોદમાં જ્યાં નજર નાખો ત્યાં ગંદકીની ભરમાર જોવા મળશે. દરેક ચોમાસાની ઋતુ આવે એટલે નગરપાલિકા એક્સન મોડમાં આવી જતી હોય છે. લાખો રૂપિયા ખર્ચી દૂધીમતી નદીને ઊંડી કરવાની અને સાફ સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવે છે, પરંતુ તેમના સફાઈ કામદારો આખા શહેરનો કચરો ઉઠાવીને લાવી દાહોદની ઐતિહાસિક દૂધીમતી નદીમાં ઠાલવીને નદી વધુ ગંદી બનાવી રહ્યા છે.

 

 

 

આ પણ વાંચો: ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં તરબૂચની ધૂમ આવક

Next Video