ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં તરબૂચની ધૂમ આવક

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા હોય તે પ્રકારે ગરમીનો પારો રાજકોટ શહેરમાં 39 ડિગ્રી સુધી પહોંચ્યો છે.

  • Tv9 Webdesk 43
  • Published On - 16:52 PM, 7 Mar 2021
ઉનાળાની શરૂઆતમાં રાજકોટમાં તરબૂચની ધૂમ આવક

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. સૂર્યનારાયણ પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યા હોય તે પ્રકારે ગરમીનો પારો રાજકોટ શહેરમાં 39 ડિગ્રી સુધી પહોંચ્યો છે. ત્યારે ઉનાળામાં લોકો ડીહાઈડ્રેશનની તકલીફથી બચવા માટે મોટા પ્રમાણમાં તરબૂચનું (watermelon) સેવન કરતા હોય છે. રાજકોટના જુના માર્કેટિંગ યાર્ડમાં તરબૂચની (watermelon) મોટા પ્રમાણમાં આવક થવા પામી છે. જો કે ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે પ્રમાણમાં આવક ઓછી છે તો બીજી તરફ તરબૂચની આવક સામે માંગમાં વધારો જોવા મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોને ગત વર્ષ કરતાં ચાલુ વર્ષે તરબૂચના સારા ભાવ મળી રહ્યા છે.

 

 

 

આ પણ વાંચો: Junagadhમાં પ્રાચીન શિવરાત્રીના મેળાનો વિધિવત પ્રારંભ, મેળો માત્ર સાધુ સમાજ માટે, સામાન્ય લોકો ભાગ નહી લઈ શકે