ગુજરાતમાં Omicron variantની એન્ટ્રી, જામનગરમાં નોંધાયો પ્રથમ કેસ

|

Dec 04, 2021 | 3:37 PM

ઑમિક્રૉન વેરિઅન્ટનો ઉદભવ ઝિમ્બાબ્વેથી જ થયો છે. વૃદ્ધ પણ ઝિમ્બાબ્વેથી આવ્યા હોવાથી 72 વર્ષના કોરોના પોઝિટિવ વૃદ્ધના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પુણે સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા હતો. જેનો રિપોર્ટ 72 કલાકની અંદર આવી ગયો છે. અને, તેમનો રિપોર્ટ ઑમિક્રૉન હોવાની પુષ્ટિ થઇ ગઇ છે.

JAMNAGAR : ગુજરાતમાં કોરોનાના નવા વેરિએન્ટ ઓમિક્રોન(Omicron variant)ની એન્ટ્રી થઇ ગઇ છે. જામનગરમાં ઓમિક્રોન વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આફ્રિકાથી આવેલા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. અને હવે આ રિપોર્ટ ઑમિક્રૉન વેરિએન્ટ હોવાની પણ પુષ્ટિ થઇ ગઇ છે.

આફ્રિકાના (South Africa) ઝિમ્બાબ્વેથી જામનગર(JAMNAGAR) આવેલા એક વ્યક્તિનો કોરોના(CORONA) રિપોર્ટ પોઝિટિવ આવતાં ખળભળાટ મચ્યો છે. તેનામાં ઓમિક્રોન વેરિઅન્ટનું (Omicron variant) સંક્રમણ છે કે નહીં તેની તપાસ માટે નમૂના પુણેની લેબમાં મોકલાયા હતા. તપાસ બાદ એ ખબર પડશે કે દર્દીમાં કયો કોરોનાનો વેરિઅન્ટ (Omicron Variant) છે. જણાવી દઈએ કે તંત્રએ વૃદ્ધ દર્દીના સંપર્કમાં આવેલા 11 સભ્યોને હોમ ક્વોરન્ટાઈન કર્યા હતા.

ઑમિક્રૉન વેરિઅન્ટનો ઉદભવ ઝિમ્બાબ્વેથી જ થયો છે. વૃદ્ધ પણ ઝિમ્બાબ્વેથી આવ્યા હોવાથી 72 વર્ષના કોરોના પોઝિટિવ વૃદ્ધના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે પુણે સ્થિત લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા હતો. જેનો રિપોર્ટ 72 કલાકની અંદર આવી ગયો છે. અને, તેમનો રિપોર્ટ કોરોના-ઑમિક્રૉન વેરિએન્ટ (Omicron variant) હોવાની પુષ્ટિ થઇ ગઇ છે.

તમને જણાવી દઈએ કે અલગ અલગ રીતે વિદેશથી શહેરમાં આવતા લોકોનો ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે. તો તેમનો ટેસ્ટ કરીને તેમને ક્વોરન્ટાઈન કરવામાં આવે છે. બાદમાં રિપોર્ટ જે મુજબ આવે એ મુજબ કામગીરી હાથ ધરવામાં આવે છે.

મહત્વનું છે કે ઓમિક્રોન વેરિઅન્ટ સંદર્ભે કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કર્યા બાદ ગત સોમવાર-મંગળવારે ચાર જિલ્લામાં વિદેશોમાંથી 220 પ્રવાસીઓ ગુજરાતમાં આવ્યા હતા. ગુરૂવારની બપોર સુધી એક જ દિવસમાં 14 હાઈરિક્સ દેશો સહિત વિદેશથી વધુ 2 હજાર 235 પ્રવાસીઓ ઉતર્યા હતા.

જેમાં અમદાવાદ અને સુરત આંતરારાષ્ટ્રીય એરપોર્ટના જ 2 હજાર 228 પ્રવાસીઓ હતા. ઝિમ્બાબ્વે સહિતના હાઈરિક્સ દેશોમાંથી આવેલા 254 પ્રવાસીઓના એરપોર્ટ ઉપર RTPCR ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જોકે તમામે પોતાના ઘરે ક્વોરન્ટાઈન રહેવું પડશે. જેતે જિલ્લાના કલેક્ટરે તેઓનું મોનિટરિંગ કરવાનું રહેશે.

Published On - 2:24 pm, Sat, 4 December 21

Next Video