ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ

|

Sep 02, 2020 | 7:11 AM

  સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 […]

ગુજરાતને 178 દિવસ પુરુ પાડી શકાય એટલુ પાણી, નર્મદાના ઘોડાપૂરમાં દરિયામાં વહી ગયુ

Follow us on

 

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત ત્રણ દિવસ 10 લાખથી વધુ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવતા રેવાનાં ધસમસતા નીર અરબી સમુદ્રને મળી રહ્યા છે. એક અંદાજ મુજબ જેટલું પાણી ડેમમાંથી ડાઉન સ્ટ્રિમમાં વહ્યું તે 6.25 કરોડ ગુજરાતીઓની ૬ મહિનાની પાણીની જરૂર પુરી કરી શકે તેટલો હતો. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદને કારણે ડેમના 23 દરવાજા ખોલી 10 લાખ ક્યુસેક પાણી છોડવું પડ્યું છે.  ૫ દાયકામાં પાંચમી વાર નર્મદાની સપાટી ૩૫ ફૂટે પહોંચતા ૨૦ ગામ અને બે શહેરના લોકો પ્રભાવિત થયા છે. ડેમમાંથી 10 લાખ ક્યુસેક પાણી સતત 24 કલાક છોડવામાં આવ્યું હોવાથી આશરે 2.83 કરોડ લિટર પાણી વહી રહ્યું છે. એક અંદાજ સમુદ્ર તરફ વહેતુ આ જળ ગુજરાતની પ્રજાને 178 દિવસ ચાલે તેટલું મનાય છે જેને પાણી સમુદ્ર ગટગટાવી રહ્યો છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

નર્મદામાં વહી ગયેલા પાણી અને જરૂરિયાતના આંકડા ઉપર નજર કરીએ તો…

નર્મદા ડેમમાંથી સરેરાશ પ્રતિ સેકન્ડ 2.83 કરોડ લીટર પાણી છોડાયું
ગુજરાત : વસ્તી 6.25 કરોડ
દૈનિક જરૂરિયાત 13714 MLD
24 કલાકમાં ડેમમાંથી છોડાયું ૨૪.૪૬ લાખ MLD
વહી ગયેલા પાણીનો જથ્થો ૧૭૮ દિવસની જરૂરીયાત પુરી કરી શકે તેટલો

 

Next Article