સરદાર જયંતિ નિમિતે કેવડિયા ખાતે એકતા પરેડનું આયોજન, અમિત શાહ પરેડની સલામી ઝીલશે

|

Oct 30, 2021 | 6:00 PM

આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એકતા પરેડની સલામી ઝીલીને દેશના આ જવાનોનો ઉત્સાહ વધારશે, ખાસ આયોજિત આ એકતા પરેડમાં બેન્ડ પ્લાટુન પફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાયકલ રેલી પણ જોવા મળશે.

આવતીકાલે 31મી ઓક્ટોબરે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ છે ત્યારે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ એકતા દિવસ નિમિત્તે આયોજીત કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. કેવડિયામાં આયોજીત વિવિધ કાર્યક્રમોની વાત કરીએ તો કેવડિયામાં આવતીકાલે સરદાર પટેલને પુષ્પાંજલી આપ્યા બાદ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે.

દેશના 23 રાજ્યોની પોલીસ આ એકતા પરેડમાં ભાગ લઈ રહી છે. આંતરરાષ્ટ્રીય રમતોમાં મેડલ મેળવનાર 23 પોલીસ અધિકારીઓ એકતા પરેડમાં ભાગ લેશે. સરદાર સાહેબની જન્મજંયતિએ દેશમાં એકતાનો સંદેશ પહોંચાડવા માટે અર્ધસૈનિક દળો કે જેમાં ITBP, CISF, CRPF, BSF, SSBના 101 જવાનો દેશના ચારેય ખૂણાઓમાં 9200 કિલોમીટરની યાત્રા કરીને એકતાના સંદેશ સાથે કેવડિયા પહોંચ્યા છે.

આવતીકાલે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એકતા પરેડની સલામી ઝીલીને દેશના આ જવાનોનો ઉત્સાહ વધારશે, ખાસ આયોજિત આ એકતા પરેડમાં બેન્ડ પ્લાટુન પફોર્મન્સ, કેન્દ્રીય સશસ્ત્ર દળોની સાયકલ રેલી પણ જોવા મળશે. તો 4 રાજ્યની પોલીસની મોટરસાયકલ રેલી પણ જોવા મળશે. માર્શલ આર્ટ નિર્દશન, સ્કૂલ બેન્ડ પ્રદર્શન અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.

 

આ પણ વાંચો : સરકારે કહ્યું- ભારતીય ખાંડ મિલોએ સબસિડી વગર વધુને વધુ ખાંડની નિકાસ કરવી જોઈએ, આંતરરાષ્ટ્રીય ભાવનો લેવો જોઈએ લાભ

આ પણ વાંચો : Surat: ‘શો શુરૂ કિયા જાયે’ આજથી 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો ખુલતા સિનેમા સંચાલકોને દિવાળી સુધરવાની આશા

Next Video