વડોદરા(Vadodara)શહેરમાં અત્યંત ચકચારી બનેલા ગોત્રી દુષ્કર્મ કેસમાં(Gotri Rape Case)આરોપીઓ તરફે સમાધાન કરાવવા માટે પ્રયત્નશીલ હોવાના આક્ષેપો વચ્ચે ક્રાઇમ બ્રાંચના(Crime Branch)પી.આઇ એ બી જાડેજાની ક્રાઇમ બ્રાંચમાંથી પોલીસ કમિશનર દ્વારા બદલી કરી દેવામાં આવેલી છે. આની સાથે જ શહેરના અન્ય સાત પીઆઇની પણ આંતરિક બદલી કરવામાં આવી છે.
વડોદરા શહેર ના કોર્પોરેટ જગત, રાજકીય જગત અને અધિકારી વર્ગમાં અત્યંત ચકચારી બનેલા ગોત્રી દુષ્કર્મ કેસની ઘટનાની તપાસ ગોત્રી પોલીસ પાસેથી આંચકી ને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવે તે પૂર્વે જ વડોદરા શહેરમાં ચર્ચા જાગી હતી કે ક્રાઈમ બ્રાન્ચના પી આઈ ફરિયાદી યુવતી અને બે આરોપીઓ વચ્ચે સમાધાન કરવા પ્રયત્નશીલ બન્યા છે.
વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં લાંબા સમયથી ફરજ બજાવી રહેલા પી.આઈ એ બી જાડેજા સામે આક્ષેપો શરૂ થતાં જ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આ અંગે એસીપી કક્ષાના અધિકારી પાસે ગુપ્ત તપાસ કરાવવામાં આવી હતી .
જે ચર્ચાઓ ચાલી રહી છે અને આક્ષેપો થઈ રહ્યા છે તેમાં સમર્થન મળતાં પોલીસ કમિશનર દ્વારા ગઈકાલે જ ક્રાઇમ બ્રાંચના પી.આઇ એબી જાડેજાની ક્રાઇમ બ્રાંચમાંથી બદલી કરી લીવ રિઝર્વમાં મુક્યા હતા જ્યાં તેઓને ટ્રાફિક વિભાગને લગતી જવાબદારી અદા કરવાની રહેશે.
ક્રાઇમ બ્રાંચના પીઆઇ એ.બી.જાડેજા ઉપરાંત અન્ય સાત પીઆઇની બદલી કરવામાં આવી છે જેમાં અગાઉ SOG માં ફરજ બજાવી ચૂકેલ અને હાલ સયાજીગંજ પોલીસ મથકના પીઆઇ તરીકે ફરજ બજાવી રહેલા વી બી આલની ક્રાઈમ બ્રાન્ચમાં બદલી કરવામાં આવેલી છે. ગોત્રી દુષ્કર્મ કેસ ની તપાસ માટે જે પાંચ ટીમો બનાવવામાં આવેલી છે એ ટીમો પૈકીની કોઈ એક ટીમમાં વી બી આલનો સમાવેશ કરવામાં આવે તેવી શક્યતાઓ છે
વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આઠ પીઆઇની બદલી કરવામાં આવેલી છે તેની વિગત નીચે મુજબ છે
1)ક્રાઇમ બ્રાન્ચના પી આઈ એ બી જાડેજા ને લીવ રિઝર્વમાંમુકાયા
2)સયાજીગંજ પી આઈ વી બી આલની ક્રાઇમ બ્રાન્ચમાં બદલી
3)આર જી જાડેજા લીવ રિઝર્વમાંથી સયાજીગંજ પોલીસ મથકમાં
4)પી કે ચાવડા ટ્રાફિક માંથી ગોરવા પોલીસ સ્ટેશનમાં
5)ટીજી બામાણિયા વાડી પોલીસ સ્ટેશનમાંથી ટ્રાફિક માં
6)એસ એચ રાઠવા લીવ રિઝર્વ માંથી વાડી ફર્સ્ટ પી આઈ
7)એન એલ પાંડોર વાડી માંથી સીટી પોલીસ સરેશન માં સેકન્ડ પી આઈ
8) એન ડી સોલંકી લીવ રિઝર્વ માંથી રાવપુરા પોલીસ મથકમાં બદલી
પોલીસ કમિશ્નર શમશેરસિંઘ દ્વારા કડક પોલીસ અધિકારી અને શિસ્તના આગ્રહી તરીકે ઓળખવામાં આવે છે,વડોદરા શહેર પોલીસમાં કેટલાક અધિકારીઓ અનેં કર્મચારીઓ મનમાની રીતે વર્તણુંક કરતા હોવાના આક્ષેપો અને ચર્ચા વચ્ચે આજનું બદલી નું લિસ્ટ આવા અધિકારીઓ અને કર્મચારીઓ ને સુધરી જાઓ નહીં તો કાર્યવાહી માટે તૈયાર રહોનો સંદેશો આપી રહ્યું છે.
આ પણ વાંચો : શ્રીલંકાને 1996નો વિશ્વ કપ જીતાડનાર ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવ વહોટમોર બરોડા ક્રિકેટ એસોસિયેશન સાથે જોડાયા
આ પણ વાંચો : Surat : સતત બીજા દિવસે સુરત શહેર વરસાદથી તરબતર, અવિરત વરસાદ વરસતો રહ્યો તો ખાડીઓ ઓવરફ્લો થવાની ચિંતા
Published On - 6:55 am, Sat, 25 September 21