ગુજરાતમાં (Gujarat) ધીરેધીરે કોરોના (Corona) કેસો અંકુશમાં આવી રહ્યા છે. આજે રાજયમાં કોરોનાના નવા 8 કેસ (Case) નોંધાયા છે. ત્યારે એક રાહતના સમાચાર એ છેકે કોરોનાથી રાજયમાં એક પણ મોત થયું નથી. આજે રાજય ભરમાં 33 દર્દીઓ સાજા થયા છે.રાજયમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 12,12,703 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ સાથે રાજયનો રીકવરી રેટ 99.09 ટકા જટેલો છે.રાજ્યમાં કોવિડ-19ના 8 દર્દીઓ નોંધાયેલા છે. રાજયમાં હાલ કુલ 234 કોરોનાના કેસ એક્ટીવ છે. જેમાં 03 દર્દીઓ વેન્ટીલેટર પર છે. અને, 231 દર્દીઓ સ્ટેબલ સ્થિતિમાં છે. આ સાથે રાજયમાં કોરોનામાં મોતનો આંકડો કુલ 10,942 છે.
આજે અમદાવાદ કોર્પોરેશનમાં કોરોનાના નવો 01 કેસ નોંધાયો છે. આ સાથે ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પણ 03 કોરોનાના કેસ નોંધાયા છે. જયારે વડોદરા કોર્પોરેશન વિસ્તારમાં પણ નવા 03 કેસ સામે આવ્યા છે. સાથે જ દાહોદ શહેરમાં એક કોરોનાનો કેસ નોંધાયો છે. આમ રાજયમાં કોરોનાના કુલ નવા 08 કેસ નોંધાયા છે. જયારે રાજયમાં આજે કોરોનાથી એક પણ મોત થયું નથી. રાજયમાં ડિસ્ચાર્જ દર્દીઓની વાત કરીએ તો સૌથી વધારે ગાંધીનગર જિલ્લામાં 15 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ત્યાર બાદ પંચમહાલમાં કુલ 8 દર્દીઓ આજે સાજા થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તો અમદાવાદમાં 6 અને વડોદરામાં 03 અને ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 01 દર્દી ડિસ્ચાર્જ થયો છે. આમ રાજયમાં આજે કોરોનાના કુલ 33 દર્દીઓ સાજા થયા છે.
આ પણ વાંચો : IPL 2022 : ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયો મોઈન અલી, સાથી ખેલાડીઓ સાથે કઇક આવા અંદાજમાં સ્વાગત કર્યું
Published On - 8:04 pm, Mon, 28 March 22