Education Report : માતૃભાષામાં અભ્યાસ બાબતે ગુજરાત ટોપ ટેનમાં, અંગ્રેજી માધ્યમનો ક્રેઝ ઘટયો ?

|

Jul 04, 2021 | 5:40 PM

આજકાલ બાળકોને માતૃભાષા કરતા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનો ટ્રેન્ડ (Trend)જોવા મળી રહ્યો છે, ત્યારે એક સર્વમાં તારણ સામે આવ્યું છે કે, ગુજરાતના 82.60 % વિદ્યાર્થીઓનું માધ્યમ ગુજરાતી છે. અને દેશમાં સૌથી વધુ માતૃભાષામાં અભ્યાસ કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાતે સાતમો ક્રમ મેળવ્યો છે.

Education Report : માતૃભાષામાં અભ્યાસ બાબતે ગુજરાત ટોપ ટેનમાં, અંગ્રેજી માધ્યમનો ક્રેઝ ઘટયો ?
પ્રતિકાત્મક તસ્વીર

Follow us on

માતૃભાષામાં (Mother Tongue)સૌથી વધુ અભ્યાસ કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાતે સાતમો ક્રમ મેળવ્યો છે. વર્ષ 2019-20 માટે જાહેર કરવામાં આવેલ યુનાઈટેડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનના અહેવાલમાં આ તારણ સામે આવ્યું છે.

માતૃભાષાનો (Mother Tongue) જે અનાદર આપણે કરી રહ્યા છીએ તેનું પ્રાયશ્વિત આપણે જ કરવું પડશે. મહાત્મા ગાંધીએ કહેલી આ વાત ગુજરાતીઓએ ગાંઠે બાંધી હોય તેવું લાગી રહ્યું છે.જેને કારણે જ 82.60% વિદ્યાર્થીઓના(Student) અભ્યાસનું માધ્યમ ગુજરાતી છે.

ગુજરાતના 82.60 % વિદ્યાર્થીઓના અભ્યાસનું માધ્યમ ગુજરાતી

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

આજકાલ બાળકોને માતૃભાષા કરતા અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપવાનો ટ્રેન્ડ (Trend)જોવા મળી રહ્યો છે, ત્યારે એક સર્વમાં તારણ સામે આવ્યું છે કે, દેશના જે રાજ્યોની શાળામાં અંગ્રેજી માધ્યમમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ (Study) કરતા હોય, તેવા રાજ્યોમાં ગુજરાત 14.50 % સાથે 17 મો ક્રમ ધરાવે છે. જ્યારે ગુજરાતના 82.60 % વિદ્યાર્થીઓનું માધ્યમ ગુજરાતી છે અને સૌથી વધુ માતૃભાષામાં અભ્યાસ કરતા હોય તેવા રાજ્યોમાં ગુજરાતે સાતમો ક્રમ મેળવ્યો છે.

યુનાઈટેડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ ફોર એજ્યુકેશનના(United District Information System for Education) અહેવાલમાં સામે આવ્યું છે કે, સમગ્ર દેશમાંથી 26.40% વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરે છે. આ અહેવાલ અનુસાર, અંગ્રેજી માધ્યમમાં સૌથી વધુ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં જમ્મુ કશ્મીર 100 % સાથે પ્રથમ ક્રમે રહ્યું છે,તેલંગણા 73.80% ક્રમ સાથે બીજા ક્રમે અને કેરળ 64.50% સાથે ત્રીજા ક્રમે રહ્યું છે.

સૌથી વધુ માતૃભાષામાં અભ્યાસ કરતા હોય તેવા રાજ્યોમાં પશ્વિમબંગાળે (West Bengal) પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે. પશ્વિમબંગાળમાં 89.80 % વિદ્યાર્થીઓનું માધ્યમ બંગાળી છે. જ્યારે ઓડિશામાં 89.7 % વિદ્યાર્થીઓનું માધ્યમ એરિયા અને બિહારમાં 86.30% બાળકો રાજ્યની માતૃભાષા હિન્દીમાં અભ્યાસ કરે છે. ગુજરાતમાં 82.60%  બાળકો ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરે છે.

આ સર્વમાં તારણ નીકળ્યું છે,કે દેશના જે રાજ્યોમાં અંગ્રેજી માધ્યમમાં (English Medium) સૌથી વધુ વધારો હરિયાણામાં થયો છે.જ્યાં 23 %નો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. આ અગાઉ 2014-15 માં આ સર્વે થયો હતો. ત્યારે હરિયાણામાં (Hariyana)અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું પ્રમાણ27.6 % હતુ. જે વધીને 50.80% જેટલુ થયું છે.

Published On - 4:04 pm, Sun, 4 July 21

Next Article