તાપી જિલ્લાના ઉકાઇમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ISR ગાંધીનગર દ્વારા ભૂકંપની પુષ્ટિ કરવામાં આવી છે. ઉકાઈના 20 કિલોમીટર એરિયામાં ભૂકંપનો આંચકો આવ્યો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.3 હોવાની માહિતી છે. ભૂકંપના આંચકા આવતા ઉકાઇમાં લોકોમાં દોડધામ મચી ગઇ હતી. જો કે ભૂકંપની તીવ્રતા વધુ ન હોવાથી કોઇ જાનહાની કે નુકસાન થવાની શક્યતા નથી.
Earthquake tremors felt near Ukai in #Tapi ; earthquake measured 2.3 on Richter scale#Gujarat #TV9News pic.twitter.com/MAmGHpQ66p
— Tv9 Gujarati (@tv9gujarati) February 14, 2023
ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં પણ ભૂકંપના નાના-મોટા આંચકાઓ અનુભવાયા હતા. ફેબ્રુઆરીની શરુઆતથી જ ગુજરાતમાં સુરત, સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ અલગ વિસ્તારમાં કુલ 10 વાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કાલે તમારા વિસ્તારમાં ભયાનક ભૂકંપ આવે તો તમે શું કરશો ? તુર્કીના આવેલા ભૂકંપ જેવી સ્થિતિ સર્જાશે, તો શું કરશો ? ભૂકંપ દરમિયાન અને ભૂકંપ બાદ શું કરશો ? ચાલો જાણીએ તેની વિશેની માહિતી વિગતવાર.
વારંવાર કચ્છમાં ભૂકંપ આવે છે, ત્યારે શું તમે ક્યારેય વિચાર્યુ છે કે કચ્છમાં છેલ્લા 20 વર્ષથી સતત ભૂકંપના આંચકા કેમ અનુભવાઈ રહ્યા છે. કચ્છ યૂનિવર્સિટીના સંશોધન મુજબ આ પાછળનું મુખ્ય કારણ એ છે કે કચ્છમાં ભૂકંપની 4 ફોલ્ટલાઈન આવેલી છે. જેમાંથી વાગડમાં સાઉથ વાગડ ફોલ્ટલાઈન અને કચ્છમેઈન ફોલ્ટલાઈનનો સંગમ થાય છે. આમ આ બે ફોલ્ટલાઈનો ભેગી થતી હોવાથી અવાર-નવાર ભૂકંપના આંચકા આવે છે. મોટા ભાગે વાગડમાં જે આંચકા આવે છે તે 2001ના ભૂકંપના એપી સેન્ટરની આસપાસ જ આવે છે.
Published On - 11:43 am, Tue, 14 February 23