E Charging Station: કેવડીયામાં પહેલા ઈ-ચાર્જિંગ સ્ટેશનનો પ્રારંભ, પ્રવાસીઓ માટે હવે ઈલેક્ટ્રિક વાહનોનાં ઉપયોગ પર ભાર

|

Jul 09, 2021 | 6:46 PM

કેવડિયાને ઈ-સિટી બનાવવાના ભાગ રુપે કેવડિયામાં ટાટા પાવર કંપની દ્વારા પહેલા ચાર્જિંગ સ્ટેશનનો સ્થાપિત કરવામાં આવ્યુ છે. જેથી, હવે SOU ખાતે પ્રવાસીઓ માટે ઈલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરવામાં આવશે.

E Charging Station: દેશના પહેલા ઈ-સિટી બનનાર કેવડિયા(Kevadiya)માં પ્રથમ ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું છે, કેવડિયાના રેલવે સ્ટેશન બહાર આ ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનની (charging Station) સ્થાપના કરવામાં આવી છે. જેમાં, 100 ટકા વાહનોનું ચાર્જિંગ માત્ર 2 કલાકમાં થશે.

વિશ્વકક્ષાએ પ્રવાસન સ્થળ તરીકે કેવડિયા ઉભરી આવ્યું છે, ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે PM નરેન્દ્ર મોદીએ કેવડિયાને ભારતનું પહેલું ઇ-શહેર બનાવવાની જાહેરાત કરી હતી ત્યારે કેવડિયાને ઈ-સિટી બનાવવાની કામગીરી શરૂકરાઈ છે. રાજ્યના TADA (Tourism and Area Development Authority)એ  કેવડિયામાં ઇ-પોલિસીનો રોડમેપ (Road map) જાહેર કર્યો છે.

જેમાં, કેવડિયા ખાતે બેટરી આધારિત વાહનોની ટ્રાયલ સાથે પાર્કિંગ અને ઇ-ચાર્જિંગ સ્ટેશન બનાવવાની કામગિરી પણ શરૂ કરવામાં આવી છે. ત્યારે ટાટા કંપની દ્વારા કેવડિયામાં ઇલેક્ટ્રીક વાહનો માટેનું પહેલું ઈ-ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાયું છે.આ ચાર્જિંગ સ્ટેશનની ખાસિયત છે કે, 100 ટકા વાહનોનું ચાર્જિંગ થતાં માત્ર 2 કલાકનો સમય લાગશે.

કેવડિયા બનશે ભારતનું પહેલું ઇ-શહેર

વિશ્વ પર્યાવરણ દિવસે જ કેવડિયાને ભારતનું પહેલું ઇ-શહેર બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે કેન્દ્ર બાદ ગુજરાત સરકારે પણ પ્રથમ તેની ઇ-વ્હિકલ પોલિસી જાહેર કરી છે. જેમાં ટુ વ્હીલર, થ્રિ વ્હીલર અને ફોર વ્હીલર ઇલેક્ટ્રિક વાહનો માટે સબસીડીની જાહેરાત કરી હતી. અને આગામી ચાર વર્ષ સુધી આ પોલિસી(Policy)  અમલમાં રહેશે.ઉપરાંત, ઈ-સિટી બનાવવા માટે સરકાર કેવડિયા અને આસપાસના વિસ્તારના લોકોને ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા માટે સબસિડી આપશે.

રાજ્યમાં 500 ઈ-વાહન ચાર્જિંગ સ્ટેશન સ્થાપિત કરાશે

કેન્દ્ર બાદ રાજ્ય સરકારે પણ રાજ્યમાં ઇ-વાહન પોલિસી જાહેર કરી છે. જેમાં, ઇલેક્ટ્રિક વાહનો ઉપરાંત ઈ-વાહનોનાં ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે પણ રાજ્ય સરકાર સબસિડી આપશે. મુખ્યત્વે, હાઇવે પર આવા ચાર્જિંગ સ્ટેશન મૂકાશે. જેમાં સરકાર દ્વારા કેપેટિલ ઇન્સેટીવ (Incentive)પણ આપવામાં આવશે. રાજ્યમાં વિવિધ 500 જેટલા ઇ -વાહન ચાર્જિંગ સ્ટેશન ઉભા કરાશે. જેમાં 250 ચાર્જિંગ સ્ટેશનને મંજુરી આપવામાં આવી છે.

મહત્વપૂર્ણ છે કે, કેવડિયાને ઈ-સિટી(E-City)  બનાવવાના ભાગ રૂપે SOU ખાતે પ્રવાસીઓ માટે 300 બસોની જગ્યાએ ઈલેક્ટ્રીક વાહનો શરૂ કરવામાં આવશે. જેમાં ઇ-રીક્ષા, ગોલ્ફ વાહનો તેમજ સ્કૂટર માટે અલગ અલગ ચાર્જિગ સ્ટેશનો પણ બનાવવામાં આવશે.

આ પણ વાંચો : VADODARA : સરકારી દવાખાનાની મ્યુકોરની સારવારમાં વધુ એક સિદ્ધિ, દર્દીને બેભાન કર્યા વગર મેરેથોન શસ્ત્રક્રિયા કરી

Published On - 6:45 pm, Fri, 9 July 21

Next Video