Corona Virus:  DyCM નીતિન પટેલ આવતીકાલે લેશે વડોદરાની મુલાકાત, કોરોનાની સ્થિતિ અંગે કરશે સમિક્ષા  

|

Apr 02, 2021 | 4:54 PM

રાજ્યમાં કોરોના વાઈરસના (Corona Virus) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસના દૈનિક કેસ 2000ને પાર નોંધાઈ રહ્યા છે.

રાજ્યમાં કોરોના વાઈરસના (Corona Virus) કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં કોરોના વાઈરસના દૈનિક કેસ 2000ને પાર નોંધાઈ રહ્યા છે. વડોદરા (Vadodara) શહેર અને જિલ્લામાં પણ કોરોનાના કેસ ચિંતાજનક સ્થિતિએ વધી રહ્યા છે. ત્યારે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (DyCM Nitin Patel) આવતીકાલે વડોદરાની મુલાકાત લેશે અને કોરોનાની સ્થિતિ અંગેની સમિક્ષા કરશે.

 

 

સતત વધતા કોરોનાના કેસ વચ્ચે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ તંત્ર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરશે. તમને જણાવી દઈએ કે વડોદરામાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે અને બાળકોમાં પણ સંક્રમણ વધી રહ્યું છે, ત્યારે નાયબ મુખ્યપ્રધાન આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ મુલાકાત કરવાના છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ફોન પર વાતચીત કરી સ્થિતિ અંગેની જાણકારી મેળવી હતી. હવે આવતીકાલે નાયબ મુખ્યપ્રધાન જાતે વડોદરાની મુલાકાત લેશે અને કોરોનાના કેસોમાં ઘટાડો કરવા માટે ક્યા પગલાં ભરવા તે અંગે નિર્ણય કરશે.

 

 

આપને જણાવી દઈએ કે તંત્ર દ્વારા લોકોને વેક્સિન આપવાની કામગીરીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે લોકોને સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. સતત વધતા કેસોને ધ્યાનમાં રાખીને રાજ્યના 4 મહાનગરો અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં રાત્રિ કર્ફ્યૂની મુદત પણ 15 એપ્રિલ સુધી વધારી દેવામાં આવી આવી છે.

 

આ પણ વાંચો: Chhattisgarh Corona Update : છત્તીસગઢમાં કોરોના સંક્રમણ વધ્યું, દુર્ગ જિલ્લામાં 6 થી 14 એપ્રિલ સંપૂર્ણ લોકડાઉન

Next Video