દિવાળીના તહેવારમાં રાજય સરકારે કર્ફ્યૂના નિયમોમાં મોટી રાહત આપી, જાણો નવા નિયમો

|

Oct 29, 2021 | 12:50 PM

સરકારે જાહેર કરેલી રાહતની વાત કરીએ તો, દુકાન, લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ, બ્યુટિ પાર્લર હવે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જોકે સ્પા સેન્ટરના સંચાલકો અને કર્મચારીઓને ફરજીયાત રસીકરણ સાથે સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે.

રાજ્યના 8 મહાનગરોના નાગરિકોને દિવાળી પર્વે રાજ્ય સરકારે નિયમોમાં મોટી રાહત આપી છે. અને રાત્રી કરફ્યૂના નિયમોમાં ફેરફાર કર્યો છે. રાજ્યના 8 મહાનગરોમાં હવે રાત્રીના 1 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી જ કરફ્યૂ રહેશે. એટલે કે દિવાળી, બેસતુ વર્ષ અને છઠ્ઠ પૂજા જેવા કાર્યક્રમોની નાગરિકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે. પ્રતિબંધોમાં છૂટછાટ સાથે સિનેમાગૃહો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. તો સ્નેહમિલન કાર્યક્રમોમાં પણ 400 લોકોને એકઠાં થવાની છૂટ આપવામાં આવી છે.

સરકારે જાહેર કરેલી રાહતની વાત કરીએ તો, દુકાન, લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પલેક્ષ, બ્યુટિ પાર્લર હવે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શકાશે. જોકે સ્પા સેન્ટરના સંચાલકો અને કર્મચારીઓને ફરજીયાત રસીકરણ સાથે સવારના 9થી રાત્રીના 9 વાગ્યા સુધી છૂટ આપવામાં આવી છે. તો હોટલ કે રેસ્ટોરન્ટ SOPના પાલન સાથે 75 ટકા ક્ષમતા સાથે 12 વાગ્યા સુધી ખુલ્લા રાખી શખાશે. મહત્વપૂર્ણ છે સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી છૂટછાટ 30 નવેમ્બર સુધી અમલી રહેશે.

આ ઉપરાંત નવા વર્ષ દરમિયાન યોજાતા સ્નેહ મિલન બાબતે પર સરકારે ચોખવટ કરી છે. આવા સ્નેહ મિલન કોરોના ગાઈડ લાઈન મુજબ યોજવાના રહેશે. જો કે મહત્તમ 400 લોકો જ એક જગ્યાએ ભેગા થઈ શકશે. ઉલ્લેખનિય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં કોરોના વાયરસના નહિવત કેસ નોંધાઈ રહ્યા છે.

આ પણ વાંચો : Kim Jong Un : ઉત્તર કોરિયાના લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે ત્યારે સરમુખત્યાર કિમ જોંગે ફરમાન જાહેર કરી કહ્યું કે 2025 સુધી ઓછું ખાવું

Next Video