સુરતમાં બે જ્વેલર્સ પર DRIના દરોડા, દુબઈથી દાણચોરીથી લવાયેલું રૂ. 8.50 કરોડનું સોનું જપ્ત

|

Apr 23, 2022 | 9:24 AM

દાણચોરીથી સોનું લાવવામાં આવતું હોવાની જાણકારીના આધારે ડીઆરઆઇના અધિકારીઓ ગ્રાહક બનીને શો-રૂમમાં પહોંચ્યા હતા. માલ લઇને આવનાર વ્યકિત દુકાનમાં પ્રવેશ્યો કે તરત જ તેની ધરપકડ કરી હતી.

સુરત (Surat) માં લંબે હનુમાનના જ્વેલર્સ (Jewelers) અને મહિધરપરાના બુલિયનને ત્યાં DRI દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બંને જવેલર્સ શો રૂમ પર દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં દુબઇથી ગેરકાયદે રીતે લાવવામાં આવેલું કરોડોનું સોનુ (Gold) ઝડપાયું છે. દરોડાની કાર્યવાહીમાં રૂપિયા 8.50 કરોડનું સાડા આઠ કિલો સોનુ ઝડપાયું છે. જવેલર્સ શો રૂમના મેનેજર સહિત ચારથી 5 વ્યક્તિઓની અટકાયત કરી તેની પૂછપરછ પણ કરવામાં આવી છે. જ્યારે દુબઇ (Dubai) થી ગેરકાયદે રીતે સોનુ લાવનારા બે ઇસમોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

દાણચોરી (smuggling) થી સોનું લાવવામાં આવતું હોવાની જાણકારીના આધારે ડીઆરઆઇના અધિકારીઓ ગ્રાહક બનીને શો-રૂમમાં પહોંચ્યા હતા. માલ લઇને આવનાર વ્યકિત દુકાનમાં પ્રવેશ્યો કે તરત જ તેની ધરપકડ કરી હતી. ડીઆરઆઇને શંકા છે કે આ માલ એરપોર્ટ મારફત પ્રવેશ્યો છે. સેઝની શંકા અધિકારીઓને નથી.રૂા.100 કરોડથી વધુનું સોનુ સુરતમાં પ્રવેશ્યુ હોવાની શંકા ડીઆરઆઇને છે.

સોના પર લાગતી 7.50 ટકા ડયૂટી બચાવવા  માટે દાણચોરીનો ખેલ ચાલી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે. જપ્ત કરાયેલાં સોનામાં અઢી કિલો સોનું મહિધરપુરાના બુલિયનનું છે જ્યારે બાકીનું સોનુ લંબે હનુમાન રોડ પરના જ્વેલર્સનું છે. DRIએ હવે એરપોર્ટ પર વોચ રાખી છે.

આ પણ વાંચોઃ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ચોરખાનું બનાવી દારૂની ખેપ મારવાના પ્રયાસને નિષ્ફ્ળ બનાવ્યો, જુઓ વિડીયો

આ પણ વાંચોઃ Vadodara: કારેલીબાગમાં સામી સાંજે એક મહિલાએ પાડોશમાં રહેતી યુવતીની હત્યા કરી નાખી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:23 am, Sat, 23 April 22

Next Video