Surat : આઠ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદત વધુ 5 વર્ષ લંબાવાઇ, CM રૂપાણીનો નિર્ણય

|

Jul 27, 2021 | 6:33 PM

રાજય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે.

Surat :  આઠ વિસ્તારોમાં અમલી અશાંત ધારાની મુદત વધુ 5 વર્ષ લંબાવાઇ, CM રૂપાણીનો નિર્ણય
Disturbed Area Act extended for 5 years in areas under 8 police station of Surat

Follow us on

Surat : મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાગરિકોને શાંતિ, સલામતિ અને સુરક્ષા પૂરી પાડવાની નૈતિક ફરજ સાથે લોકોની કોઇ ખોટી કનડગત કે હેરાનગતિ, ધાક-ધમકીથી મિલકતો કોઇ તત્વો પચાવી ન પાડે તેવી ચિંતા સાથે સુરત મહાનગરના 8 પોલીસ મથક હેઠળ વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાનો નિર્ણય અગાઉ કર્યો હતો.

તદઅનુસાર, સુરત શહેરના અઠવા, સલાબતપૂરા, ચોક બજાર, મહિધરપૂરા, સૈયદપૂરા અને લાલગેટ પોલીસ સ્ટેશનના કેટલાંક વિસ્તારોમાં 17 ઓકટોબર-2017 થી અને લીંબાયત તથા રાંદેર પોલીસ મથકના કેટલાક વિસ્તારોમાં 14 માર્ચ 2020 થી અશાંત ધારાની જોગવાઇઓ રાજ્ય સરકારે અમલી બનાવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ 8 પોલીસ મથક હેઠળના જે વિસ્તારોમાં હાલ અશાંત ધારો લાગુ કરવામાં આવ્યો છે.તેની પ્રવર્તમાન મુદ્ત તા. 30-7-2021 અને તા. 31-7-2021થી વધુ પાંચ વર્ષ માટે લંબાવવાનો નિર્ણય કર્યો છે.

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ સુરત શહેરના ધારાસભ્યો અરવિંદ રાણા, સંગીતા પાટીલ, પૂર્ણેશ મોદી, સુરત મહાનગરના સંબંધિત વિસ્તારના મ્યુનિસિપલ કોર્પોરેટરો તથા વિવિધ સંસ્થાઓ, સામાજીક આગેવાનોએ કરેલી રજૂઆતનો સાનૂકુળ પ્રતિસાદ આપતાં  વિજયભાઇ રૂપાણીએ અશાંત ધારાની હાલ પ્રવર્તમાન અવધિ તા. 30 અને 31 જુલાઇએ પૂર્ણ થાય છે તેને વધુ પાંચ વર્ષ લંબાવવાની સૂચનાઓ આપી છે. આ સંદર્ભનું જાહેરનામું પણ રાજ્ય સરકાર દ્વારા પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે.

રાજય સરકારના આ નિર્ણયના કારણે આ વિસ્તારોમાં અસામાજિક તત્વો દ્વારા ધાકધમકીથી મિલકતો પડાવી લેવાની પ્રવૃત્તિઓ પર અંકુશ આવશે તથા આવા તત્વોથી પીડિત નાગરિકોને સુખ, શાંતિ અને સલામતીનો અહેસાસ થશે. એટલું જ નહિ, આ વિસ્તારોમાં મિલકતના વેચાણ કરતા અગાઉ કાયદાની જોગવાઇઓ અનુસાર સુરત કલેકટરની પૂર્વ મંજૂરી મેળવવાની રહેશે.

 

આ પણ વાંચો – Dholavira World Heritage Site : જાણો, ગુજરાતના 5 હજાર વર્ષ જૂના સ્માર્ટ સિટી ધોળાવીરાનો ઈતિહાસ

પેરિસ ખાતે યુનેસ્કોની ઉચ્ચસ્તરીય બેઠકમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજનો (World Heritage) દરજ્જો આપlતા કચ્છના પ્રવાસનનો સુર્ય ઝળહળી ઉઠશે. ઉપરાંત ધોળાવીરાને વિશ્વ ધરોહર તરીકે સ્થાન મળતા પ્રવાસન ક્ષેત્રે પણ ગુજરાતને વેગ મળશે.

આ પણ વાંચો – Best Match Of My Life : સાયના અને કશ્યપની બેડમિંટન કોર્ટથી લગ્નના બંધન સુધીની સફર જુઓ

ભારતની સ્ટાર શટલર સાયના નહેવાલ અને પારુપલ્લી કશ્યપ (Parupalli Kashyap)લગ્નગ્રંથિથી જોડાયા છે. વર્ષ 2000માં પ્રથમ વખત 10 વર્ષની ઉંમરમાં કશ્યપને મળી હતી અને 2012માં તેમણે લાગ્યું કે, કશ્યપ તે વ્યક્તિ છે જેને તે પોતાનો જીવનસાથી બનાવી શકે છે.

Next Article