‘ડાયમંડ સિટી’ સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની કામગીરી પર અનેક સવાલો!

|

Sep 19, 2020 | 1:13 PM

સુરત: બળદેવ સુથાર  ડીંડોલી લીંબાયત અને ઉધના વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે છતાં પણ પોલીસ કંઈ કરી શકતી નથી. આજે વધુ એક ગંભીર ઘટના સામે આવી જેમાં ડીંડોલીમાં આવેલા પ્રમુખ પાર્ક બ્રિજ નીચે એક યુવાન પર બે શખ્સોએ ઘાતકી હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત યુવાનને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ ઘટનાની […]

ડાયમંડ સિટી સુરતમાં અસામાજિક તત્વોનો આતંક, પોલીસની કામગીરી પર અનેક સવાલો!

Follow us on

સુરત: બળદેવ સુથાર 

ડીંડોલી લીંબાયત અને ઉધના વિસ્તારમાં ગુનાખોરીનો ગ્રાફ સતત વધી રહ્યો છે છતાં પણ પોલીસ કંઈ કરી શકતી નથી. આજે વધુ એક ગંભીર ઘટના સામે આવી જેમાં ડીંડોલીમાં આવેલા પ્રમુખ પાર્ક બ્રિજ નીચે એક યુવાન પર બે શખ્સોએ ઘાતકી હુમલો કર્યો અને ઈજાગ્રસ્ત યુવાનને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બે દિવસ પહેલા થયેલી ઝઘડાની અદાવતમાં હુમલો કર્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. સુરત શહેરમાં નવા પોલીસ કમિશનર આવતા શહેરની બ્રાન્ચો કામે લાગી હતી પણ શહેરમાં વધી રહેલા અસામાજીક તત્વોનો આતંક ડામવા માટે નિષ્ફળ રહી હોય તેમ લાગે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

પોલીસે આ મામલે હત્યાની કોશિશનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડા પાછળનું મુખ્ય કારણ અકબંધ છે. પોલીસે જણાવ્યું હતું કે, હુમલામાં ઘાયલ સેફ કબીરપંથી ઉપર હુમલો કરનાર ઋષિકેશ ઉપાધ્યાયને બે દિવસ પહેલા થયેલા ઝઘડામાં લાફા માર્યા હતા. જો કે ઝગડા પાછળનું હજી કોઈ મુખ્ય કારણ જાણી શકાયું નથી. ઈજાગ્રસ્ત સેફ કબીરપંથી પર શનિવારની રાત્રે 7 વાગ્યે હુમલો થયો હોવાની જાણ બાદ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સેફ નોકરી પરથી ઘરે આવતા જ ઘર નજીક વોચ રાખીને બેસેલા હુમલાખોરો પેટમાં છરાના 5-6 ઘા મારી બાઈક ઉપર ભાગી ગયા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ત્યારે બીજી બાજુ લીંબાયતમાં અસામાજિક તત્વોનો આતંક યાથવત છે. થોડા થોડા દિવસે લોકો જાહેર રોડ પર તલવાર કે ઘાતકી હથિયાર વડે ધમાલ કરતા હોય કે પછી કોઈને નુકશાન પહોંચાડતા હોય છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસ જાણીતી છે પણ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:27 pm, Sat, 5 September 20

Next Article