Kutch: યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ કહ્યુ ઈતિહાસમાં રસ ધરાવનારા એકવાર જરૂર ધોળાવીરા જાય

|

Jul 27, 2021 | 10:14 PM

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીઓ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,હડપ્પા સિટી તરીકે ઓળખાતા ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત જણાવ્યુ કે, સંસ્કુતિ અને ધરોહરને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા આપવામાં આવતું પ્રોત્સાહનનું આ પરિણામ છે.

Kutch: યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું, વડાપ્રધાન મોદીએ કહ્યુ ઈતિહાસમાં રસ ધરાવનારા એકવાર જરૂર ધોળાવીરા જાય
Dholavira

Follow us on

Dholavira : ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટ જાહેર કરાયું છે.મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ (Chief Minister)ટ્વિટ કરીને આ જાણકારી આપી છે.મહત્વનું છે કે, ધોળાવીરાને વર્લ્ડ હેરિટેઝ સાઈટમાં(World heritage Site)  સ્થાન મળતા પ્રવાસન ક્ષેત્રે ગુજરાતને વેગ મળશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ધોળાવીરાને, યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરીટેજમાં સ્થાન આપવાના પ્રસંગે ટ્વિટ કરીને ખુશી વ્યક્ત કરતા કહ્યુ કે, મને એ જાણીને બહુ જ આનંદ થયો. ધોળાવીરા એક મહત્વપૂર્ણ શહેર હતુ. અને આપણા ભૂતકાળના સંબધોને સાકળતી મહત્વપૂર્ણ કડી પણ. તેમણે એમ પણ કહ્યુ કે, જો તમને ઈતિહાસ કે પૂરાતત્વ સંસ્કૃતિમાં રસ દાખવતા હોવ તો એક વાર ધોળાવીરાની મુલાકાત જરૂર કરજો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં રાણકીવાવ,ચાંપાનેર અને અમદાવાદને વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યુ છે.ત્યારે હવે ધોળાવીરાને (Dholavira) પણ વિશ્વ ધરોહરમાં સ્થાન મળ્યું છે.

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીઓ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે,હડપ્પા સિટી તરીકે ઓળખાતા ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે અને આ બતાવે છે કે ભારતીય સંસ્કુતિ અને ધરોહરને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી દ્વારા પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે.

ધોળાવીરા કચ્છમાં આવેલ છે અને ધોળાવીરાએ પ્રાચીન હડપ્પન સંસ્કૃતિનુ નગર છે. તે મુખ્ય ત્રણ ભાગમાં વિભાજીત કરવામાં આવી છે.
સ્થાનિકો ધોળાવીરાને કોટડાટીંબા તરીકે ઓળખે છે.

કેન્દ્રીય પર્યટન પ્રધાને આપી શુભેચ્છા

આ અંગે ખુશી વ્યક્ત કરતાં કેન્દ્રીય પર્યટન પ્રધાન જી.કે. રાયદે જણાવ્યું હતું કે, કચ્છના રણમાં આવેલા હડપ્પા શહેર ધોળાવીરાને યુનેસ્કો દ્વારા વિશ્વ ધરોહરનો દરજ્જો આપવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું કે, ભારતની 40 સાઇટ્સને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની સૂચિમાં શામેલ કરવામાં આવી છે.1978 થી દર વર્ષે યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવે છે.

યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સિટીની સૂચિમાં શામેલ અમદાવાદ ભારતનું  પ્રથમ શહેર છે. 2017માં પોલેન્ડમાં મળેલી UNESCO ની બેઠકમાં અમદાવાદને(Ahmedabad)  ભારતનું પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટી (World Heritage City) જાહેર કરવામાં આવ્યું હતું.ભારતમાં 40 સ્થળોને વિશ્વ ધરોહરમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આપને જણાવવું રહ્યું કે,સૌથી વધારે વર્લ્ડ હેરિટેજ સાઇટ ઈટાલી (Italy)અને ચીન (China)દેશમાં છે.ઈટાલી અને ચીન  55 જેટલી વર્લ્ડ હેરિટેજ સાઇટ ધરાવે છે.

 

આ પણ વાંચો: GANDHINAGAR : મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રથમ હપ્તો 2 ઓગસ્ટે વાલીઓના ખાતામાં જમા થશે

આ પણ વાંચો: NARMADA : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો, નર્મદા ડેમની હાલની જળસપાટી 116.32 મીટર

Published On - 3:36 pm, Tue, 27 July 21

Next Article