વીરપુર ધામમાં જલારામ બાપાની જન્મજયંતિની ભક્તિભાવથી ઉજવણી, ભક્તોની ઉમટી ભીડ

સનાતન ધર્મ અનુસાર, જલારામ બાપા જેમને ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત કહેવામાં આવે છે. તેમને બાળપણથી જ સાંસારિક જીવન પ્રત્યે કોઈ લગાવ ન હતો. પિતાના દબાણને કારણે થોડા દિવસો સુધી તેઓ તેમના ધંધામાં મદદ કરતા રહ્યા.

TV9 GUJARATI

| Edited By: Utpal Patel

Nov 11, 2021 | 11:40 AM

આજે જલાારામ બાપાની 222મી જન્મજયંતિ ઉજવાઈ રહી છે. વીરપુર જય જલ્યાણના નાદ સાથે જલારામ મય બન્યું છે. જલારામ બાપાની જન્મજયંતિને લઈ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીરપુરના લોકોએ ઘરે ઘરે રંગોળીઓ બનાવી છે. ભક્તો દ્વારા 222 કિલોની કેક પણ તૈયાર કરવામાં આવી છે. દેશ વિદેશમાંથી ભક્તો બાપાના દર્શન કરવામાં માટે આવ્યા છે. મોડી રાતથી જલારામ બાપાના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી.

જલારામ બાપનો જન્મ વર્ષ 1799 માં ગુજરાતના રાજકોટ જિલ્લામાં આવેલા વીરપુર ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ પ્રધાન ઠક્કર અને માતાનું નામ રાજબાઈ હતું. જલારામ બાપાના માતા ધાર્મિક હતા, જેઓ સાધુ-સંતોની સેવા કરતા હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈને સંત રઘુવીર દાસજીએ તેમને આશીર્વાદ આપ્યા હતા કે તેમના બીજા પુત્ર જલારામ ભગવાનની ભક્તિ, સાધુ પ્રત્યેની ભક્તિ અને માનવ સેવાનું અનોખું ઉદાહરણ સ્થાપિત કરશે.

સનાતન ધર્મ અનુસાર, જલારામ બાપા જેમને ભગવાન શ્રી રામના અનન્ય ભક્ત કહેવામાં આવે છે. તેમને બાળપણથી જ સાંસારિક જીવન પ્રત્યે કોઈ લગાવ ન હતો. પિતાના દબાણને કારણે થોડા દિવસો સુધી તેઓ તેમના ધંધામાં મદદ કરતા રહ્યા. પરંતુ ટૂંક સમયમાં જ તેમનું મન ધંધામાં થાકી ગયું. તે તેના કાકા વાલજીભાઈ સાથે રહેવા લાગ્યા હતા.

18 વર્ષની ઉંમરે તીર્થયાત્રા પરથી પાછા ફર્યા પછી, તેઓ હિંદુ ધર્મ સાથે એટલા જોડાઈ ગયા કે ફતેહપુરના ભોજ ભગતના શિષ્ય બની ગયા. તેમના ગુરુના સૂચન પર, તેમણે ‘સદાવ્રત’ ચાલુ કર્યું હતું. આ અન્નક્ષેત્રમાં સાધુ-સંતોની સાથે ગરીબ અને જરૂરિયાતમંદોને વિનામૂલ્યે ભોજન કરાવવામાં આવ્યું હતું.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati