Dwarka : જામખંભાળીયા માં ભારે વરસાદથી નદીનાળા છલકાયા

| Edited By: | Updated on: Sep 18, 2021 | 6:33 AM

ગુજરાત(Gujarat)ના હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ(Rain)પડી રહ્યો છે . જેમાં દ્વારકાના(Dwarka)જામખંભાળીયા માં 3.5 ઇંચ થી વધુ વરસાદ થયો હતો. જેના લીધે જામખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓ છલકાયા છે. તેમજ જામખંભાળીયા ના ધરમપુર ગામે લીરીયાવાડી વિસ્તારમાં વોકડો બેકાંઠે થયો અને કાચા માર્ગ પર નદી જેવા દ્રશ્ય સર્જાયા હતા. જામખંભાળીયા અને આહીર સિંહણ ગામ વચ્ચે […]

ગુજરાત(Gujarat)ના હવામાન વિભાગની આગાહી અનુસાર અનેક વિસ્તારોમાં વરસાદ(Rain)પડી રહ્યો છે . જેમાં દ્વારકાના(Dwarka)જામખંભાળીયા માં 3.5 ઇંચ થી વધુ વરસાદ થયો હતો. જેના લીધે જામખંભાળીયાના ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓ છલકાયા છે. તેમજ જામખંભાળીયા ના ધરમપુર ગામે લીરીયાવાડી વિસ્તારમાં વોકડો બેકાંઠે થયો અને કાચા માર્ગ પર નદી જેવા દ્રશ્ય સર્જાયા હતા.

જામખંભાળીયા અને આહીર સિંહણ ગામ વચ્ચે આવેલ નદી માં ભરપૂર પાણીની આવક થતા બે કાંઠે જોવા મળી હતી. તેમજ અત્યાર સુધી જામખંભાળીયા માં 108 ટકા જ્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાનો 105 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયામાં વધુ એક ડેમ ઓવરફલો થયો છે. વરસાદના પગલે કોલવા ડેમમાં ભરપૂર પાણીની આવક થતાં ઓવરફલો થયો છે. તેમજ કોલવા ડેમ ભરાય જતાં જામખંભાળિયામાં આવેલ ધી ડેમમા પાણીની આવક થશે. જ્યારે ડેમ ઓવરફલો થતા આસપાસના ગામોના ખેડૂતોને પણ ફાયદો મળશે.

દેવભૂમિ દ્વારકાના જામખંભાળીયા માં બે દિવસથી મુશળધાર વરસાદ પડી રહ્યી છે. જેના લીધે જામખંભાળીયાના તમામ રસ્તાઓ પાણી પાણી થયા છે. તેમજ જામખંભાળીયાના નગર ગેટ , રેલવે સ્ટેશન , લુહાર શાળ , રામનાથ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે.

આ  ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ હજુ પણ  ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો : રાજ્યના આ શહેરોમાં વાયુ પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં અરજી, રાજ્ય સરકાર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસ

આ પણ વાંચો : ગુજરાતમાં રસીકરણનો રેકોર્ડ, 17 સપ્ટેમ્બરે એક જ દિવસમાં ઐતિહાસિક 22.15 લાખ લોકોનું રસીકરણ થયું

Published on: Sep 18, 2021 06:26 AM