દ્વારકા જિલ્લામાં ઓક્સિજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટેનો સફળ પ્રયાસ

|

Apr 27, 2021 | 7:35 PM

હાલ કોરોનાના કેસ વધતાની સાથે મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ઉભી છે. ત્યારે ઓક્સિજનનો પુરતો જથ્થો ના હોય તો અનેક મુશકેલીઓનો સામનો કરવો પડે છે.

હાલ કોરોનાના કેસ વધતાની સાથે મોટી સંખ્યામાં દર્દીઓને ઓક્સિજનની જરૂરીયાત ઉભી છે. ત્યારે ઓક્સિજનનો પુરતો જથ્થો ના હોય તો અનેક મુશકેલીઓનો સામનો કરવો પડે છે. દેવભુમિદ્રારકામાં પુરતો પ્રમાણમાં ઓક્સિજન 24 કલાક મળી રહે તેવા સફળ પ્રયાસો કરવામાં આવ્યા છે. દેવભુમિદ્રારકાની સાથે આસપાસના જિલ્લાઓને ઓક્સિજનનો જથ્થો મળી રહેશે.

 

 

હાલના સમયમાં હોસ્પિટલ દર્દીઓથી ઉભરાય રહી છે. ત્યારે ઓક્સિજનની માંગ વધુ થઈ છે. થોડા સમય પહેલા દેવભુમિદ્રારકા જિલ્લામાં ઓક્સિજનનો જથ્થો પુરતો ના મળતો હોવાની ફરિયાદ ઉઠી હતી. જે તંત્રના ધ્યાને આવતા તંત્ર દ્વારા નોડલ ઓફિસર તરીકે પ્રાંત અધિકારી તેમજ ડી.વાય.એસ.પી. અધિકારીઓની નિમણુક કરી બે અલગ-અલગ ટીમો બનાવી 24 કલાક ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત રેવન્યુ વિભાગ અને પોલીસ જવાનો દ્વારા આશાપુરા પ્લાન્ટ ખાતે 24 કલાક મોનિટરિંગ કરવામાં આવશે.

 

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ખંભાળિયામાં સરકારી હોસ્પિટલ તેમજ પીએચસી, સીએચસી સહિતની ખાનગી હોસ્પિટલોમાં પણ પૂરતો ઓક્સિજનનો જથ્થો મળતો રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. ખંભાળિયા ખાતે આવેલ કોવિડ હોસ્પીટલમાં 150 ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત છે. જ્યારે અન્ય સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં 200 જેટલા ઓક્સિજન સિલિન્ડરની જરૂર હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જીલ્લાના ત્રણ લોકો દ્વારા જામનગર જીલ્લાના પડાણા ગામે આવેલ આશાપુરા ઓક્સિજન પ્લાન્ટને ખરીદી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનની અછત ઉભી ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

આશાપુરા ઓક્સિજન પ્લાન્ટ ખાતે 24 કલાકમાં 550થી 600 ઓક્સિજન સિલિન્ડર રિફીલિંગ કરવાની ક્ષમતા ધરાવતો હોય ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 350 ઓક્સિજન સિલિન્ડરની જ જરૂરિયાત હોવાના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલમાં ઓક્સિજનની કોઈ જ અછત નથી.

 

 

સાથે જ આ પ્લાન્ટમાંથી જામનગર, પોરબંદર, જુનાગઢ જીલ્લામાંથી આવતા લોકોને પણ ઓક્સિજન સિલિન્ડર રિફીલ કરી આપવામાં આવી રહ્યું છે. સૌથી પહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાની હોસ્પિટલોમાં ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. ત્યારે હાલ દ્વારકા જિલ્લામાં ઓક્સિજનની કોઈ જ અછત નથી અને થવા પણ નહીં દેવાય તે રીતે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: US with India : કોરોના સંકટમાં અમેરિકાની 40 મોટી કંપનીઓ ભારતની મદદ માટે આગળ આવી

Published On - 7:34 pm, Tue, 27 April 21

Next Video