દ્વારકાના દરિયામાં ઉછળ્યાં તોફાની મોજા, પોરબંદર, વેરાવળ સહિતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ

|

Jul 07, 2022 | 10:11 PM

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના (Saurashtra)દરિયાકાંઠા પર કરંટ જોવા મળ્યો હતો. વરસાદની પરિસ્થિતિમાં સોમનાથ, દ્વારકા અને પોરબંદરમાં ઉચાં મોજાં ઉછળતાં જોવાં મળ્યા હતાં. તો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે પોરબંદર, જાફરાબાદ, નવલખી, મુદ્રા,સલાયા સહિતના દરિયાકાંઠે માછીમારોને જવાની મનાઈ ફરમાવી છે.

દ્વારકાના દરિયામાં  ઉછળ્યાં તોફાની મોજા, પોરબંદર, વેરાવળ સહિતના દરિયા કિનારે માછીમારોને દરિયો ન ખેડવા અપીલ
Stormy waves in Dwarka, Porbandar, Veraval Sea, Appeal to fishermen not to plow the sea

Follow us on

સૌરાષ્ટ્રમાં (Saurashtra)ભારે વરસાદની આગાહી વચ્ચે સતત વરસાદ વરસી રહ્યો છે અને દ્વારકામાં વરસાદ તથા પવનના પગલે દરિયામાં ભારે કરંટ જોવા મળ્યો હતો અને ગોમતી નદી કાંઠે તેમજ અરબી સમુદ્રમાં ઉંચા ઉંચા મોજાં ઉછળતા હતા. આવી પરિસ્થિતિમાં કેટલાક સહેલાણીઓ કાંઠે બેસેલા જોવા મળ્યા હતા. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ એટલે કે 7 જૂલાઇથી 11 જૂલાઇ સુધી દરિયાકાંઠે 40 કિલોમીટરથી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તો આવી પરિસ્થિતિમાં માછીમારો દરિયામાં ન જાય. ખાસ કરીને પોરબંદર,(Porbandar)જાફરાબાદ, નવલખી, મુદ્રા,સલાયા તેમજ દીવ, વેરાવળ, મૂળ દ્વારકા, ભાવનગર, મગદલ્લા અને ભરૂચ માટે ખાસ ચેતવણી આપવામાં આવી છે.સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા પર કરંટ જોવા મળ્યો હતો. વરસાદની પરિસ્થિતિમાં સોમનાથ, દ્વારકા અને પોરબંદરમાં ઉચાં મોજાં ઉછળતાં જોવાં મળ્યા હતાં. તો આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે પોરબંદર, જાફરાબાદ, નવલખી, મુદ્રા,સલાયા સહિતના દરિયાકાંઠે માછીમારોને જવાની મનાઈ ફરમાવી છે.

 

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

અમરેલીમાં તણાઈ ઘરવખરી

વરસાદી વાતાવરણ વચ્ચે અમરેલીના જાફરાબાદમાં ફરીથી વરસાદ શરૂ થયો હતો.  જાફરાબાદના ટીંબી,હેમાળ,મોટા માણસા ગામમા સારો વરસાદ થયો હતો અને તેના પરિણામે ટીંબીથી મોટા માણસા જવાને રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. તો છેલાણા ગામના ઘરોમાં વરસાદી પાણી ભારઈ જતા લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ હતી. તો છેલાણા ગામના આંઘણવાડ઼ી કેન્દ્રમાં પણ પાણી ભરાઈ ગયા હતા.

અમરેલીમાં ગત રોજ જિલ્લાના 11 તાલુકાના ગામડાઓમાં વીજળી ગુલ થઈ હતી. નોંધનીય છે કે  700થી વધુ ગામડાઓમાં વીજળી ગુલ થઈ હતી. ત્યારે PGVCL વિભાગે લોડ શેડિંગનું કારણ બતાવ્યું હતું. કોંગ્રેસ ધારાસભ્ય પ્રતાપ દુધાતે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. બીજી તરફ રાજકોટના અનેક ગ્રામ્ય વિસ્તારો પણ વીજળી ગુલ થઈ હતી.વરસાદના કારણે અડધાથી એક કલાકનો વીજકાપ થયો હતો. વરસાદી માહોલને કારણે વિન્ડફાર્મ અને સોલારમાં વીજ ઉત્પાદનમાં ઘટનું કારણ દર્શાવાયું હતું. નોંધનીય છે કે હજી 10 જુલાઈ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને માછીમારોને દરિયો ન ખેડવા અપીલ કરવામાં આવી છે.

 

 

 

Next Article