Monsoon 2022: રથયાત્રાના દિવસે મેઘરાજાએ પણ કર્યાં અમી છાંટણા, અષાઢના આરંભે વિવિધ જિલ્લામાં નોંધાયો વરસાદ

|

Jul 01, 2022 | 7:50 AM

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં વહેલી સવારે ક્યાંક કયાંક અમીછાટણાં થયા હતા. તો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે (Weather department ) આગામી દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Monsoon 2022: રથયાત્રાના દિવસે મેઘરાજાએ પણ કર્યાં અમી છાંટણા, અષાઢના આરંભે વિવિધ જિલ્લામાં નોંધાયો વરસાદ
Monsoon 2022: Rain in Devbhoomi Dwarka

Follow us on

અષાઢી બીજના દિવસે અમદાવાદમાં વહેલી સવારે ક્યાંક કયાંક અમીછાટણાં થયા હતા. તો દક્ષિણ ગુજરાતમાં પણ હવામાન વિભાગે (Weather department ) આગામી દિવસો દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગત રોજ (Bharuch)ભરૂચના જંબુસરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો તો ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હતી. તો કચ્છના મુંદ્રામાં અષાઢી બીજના આગલા દિવસે ધોધમાર વરસાદનું ઝાપટું આવ્યું હતું. જ્યારે દેવભૂમિ દ્વારકા ખંબાળિયામાં છ કલાકમાં ચાર ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેના પરિણામે શહેરના મુખ્ય રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જોકે વરસાદ બંધ થતા પાણી ઉતરી ગયા હતા. 4 ઇંચ વરસાદને પરિણામે ગ્રામ્ય વિસ્તારની નદીઓમાં નવા નીર આવ્યા હતા અને વાતાવરણમાં ઠંડક વ્યાપી ગઈ હતી. ખંભાળિયા શહેરમાં બપોરના 2થી રાત્રે 8 સુધીમાં 4 ઇંચ વરસાદ નોંધાયો હતો.

Rain in mundra kutch

આજે અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારે  અમી છાંટણા થયા  હતા અને  વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે સૌ આશા રાખીને પ્રાર્થના કરી રહયા છે કે અમદાવાદમાં પૂરતો વરસાદ વરસે. તો વડોદરામાં પણ  વરસાદી વાતાવરણ છવાઈ જતા  વરસાદ વરસ્યો હતો.

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

Rain in Vadodra

દક્ષિણમાં  મેઘરાજાની આક્રમક બેટિંગ

સુરત શહેરમાં મોડી રાતથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. રાત્રે 11 વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ થઈ છે. રાત્રે 6 કલાકમાં જ સાડા પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો સુરત શહેરમાં ખાબકી ચૂક્યો છે. સુરતના ઉમરપાડા – 7 ઇંચ, ઓલપાડ- 1 ઇંચ, કામરેજ-8 ઇંચ,ચોર્યાસી-3 ઇંચ, મહુવા-1 ઇંચ તથા બારડોલીમાં 1 ઇંચ, માંગરોળ-6 ઇંચ, પલસાણા-2 ઇંચ, માંડવી-1 ઇંચ
અને સુરત સીટીમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ઉકાઈ ડેમની સપાટી 315.33 ફૂટ નોંધાઇ છે જ્યારે સુરતમાં કોઝ વેની સપાટી 4.95 મીટર પર પહોંચી છે. સુરત શહેરમાં ઝાડ પડવાના અને શોર્ટ સર્કિટના 11 કોલ ફાયર વિભાગને મળ્યા છે.

Next Article