Dwarka માં પણ મુશળધાર વરસાદ,અનેક વિસ્તારોમાં પાણી ભરાતા યાત્રિકો પરેશાન

|

Sep 30, 2021 | 12:36 PM

દેવભૂમિ દ્વારકામાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેના લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

ગુજરાતમાં( Gujarat)  વાવાઝોડાની(Cyclone) અસરના પગલે દરિયાકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ(Rain) શરૂ થયો છે. જેમાં દેવભૂમિ દ્વારકામાં(Dwarka) વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. જેના લીધે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. જેના લીધે વાહન ચાલકોને અવર જવરમાં હાલાકી પડી રહી છે.

જેમાં દ્વારકાના ઇસ્કોન ગેટ વિસ્તારમાં વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે. જેનો હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. જેની માટે સ્થાનિકો વર્ષોથી માંગ કરી રહ્યા છે. આ ઉપરાંત દ્વારકાના બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન રોડ પર પણ પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

જયારે ભારે વરસાદના કારણે દ્વારકા અને જામખંભાળીયાનો હાઈવે બંધ થયો છે. તેમજ જામખંભાળીયા નજીક આવેલા ખોડિયાર મંદિર પાસેના ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. પુલનું કામ ચાલતું હોય ત્યારે ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા રસ્તો બંધ થયો છે અને હાઇવે બંધ થતાં વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે.

છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 209 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢ, અમરેલી, દ્વારકા, ભરૂચ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબક્યો હતો. આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 28 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દ્વારકા અને ગીર સોમનાથમાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં સિઝનનો કુલ 31 ઈંચ વરસાદ થયો છે. જે ચાલુ સિઝનનો 93.88 ટકા વરસાદ છે..

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં વરસેલા વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં સપ્ટેમ્બરના 29 દિવસમાં જ સિઝનનો 52 ટકા વરસાદ ખાબક્યો છે.

આ પણ વાંચો : ગુજરાત ઉપર બે દિવસ સંકટના વાદળો ઘેરાયેલા રહેશે, જાણો સેટેલાઇટ તસ્વીરની મદદથી કયાં પડશે ભારે વરસાદ ?

આ પણ વાંચો: રાજકોટના ભાદર-1 ડેમના ઓવરફ્લોનો આકાશી નજારો સામે આવ્યો, જુઓ વિડીયો

 

Published On - 12:34 pm, Thu, 30 September 21

Next Video