Devbhumi Dwarka: ખંભાળિયામાં ફરી ગુંજ્યો ગૌશાળાનો મુદ્દો, આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા

|

Jul 04, 2021 | 11:19 AM

શહેરમાં રઝળતી ગાયો માટે ગૌશાળાની માંગ કરાઈ હતી. જેને લઈને અગાઉ પણ આંદોલન થયું હતું. ત્યારે ફરી આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા છે.

દેવભૂમિ દ્વારકા (Devbhumi Dwarka) જિલ્લાના મુખ્યમથક જામ ખંભાળિયામાં ફરી ગૌશાળાનો મુદ્દો ગુંજ્યો છે. અગાઉ પણ 44 ગૌભક્તો (Gau bhakts) દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. ચૂંટણીના સમયે ભાજપની સભામાં ગૌશાળા બાબતની વાત કરવામાં આવી હતી. પરંતુ કોઈ નિવેડો ના આવતા ફરી મુદ્દો ઉગ્ર બન્યો છે.

 

 

શહેરમાં રઝળતી ગાયો માટે ગૌશાળાની માંગ કરાઈ હતી. જેને લઈને અગાઉ પણ આંદોલન થયું હતું. ત્યારે ફરી આંદોલનકારી 44 ગૌભક્તોએ શહેરમાં બેનરો લગાવ્યા છે. બેનરમાં લોલીપોપ સાથે ગૌભકતોના ફોટા જોવા મળ્યા છે. નગર પાલિકા ચૂંટણી સમયે ગૌશાળા મુદ્દો ઉગ્ર બન્યો હતો.

 

ભાજપના સભ્યોએ ગૌશાળા બનાવવાનો વાયદો કર્યો હતો. પરંતુ ગૌભક્તનું કહેવું છે કે, ગૌભક્તોને લોલીપોપ આપી લાગણીનું ખૂન કર્યું છે. આવનારા દિવસોમાં ગૌશાળાને લઈને કોઈ નિરાકરણ નહીં આવે તો મુદ્દો ઉગ્ર બની શકે છે.

 

આ પણ વાંચો: Sabarkantha News Roundup: ઈડરમાં રથયાત્રાની તૈયારી, ગાંઠીયાલના જવાનની અંતિમ વિદાય, સખી મંડળમાં થઈ છેતરપિંડી

Next Video