Dwarka: ભાણવડની નગરપાલિકામાં રાજકીય પારો ગરમાયો, સામાન્ય સભા ન બોલાવાતા કોંગ્રેસે કર્યા ગંભીર આક્ષેપ

|

Jun 14, 2021 | 11:18 AM

Dwarka: ભાણવડની નગરપાલિકામાંં (Municipality) રાજકીય માહોલ ગરમાયો છે, બે મહિના પહેલા સામાન્ય સભા (General Meeting) ન બોલાવાતા ભાજપનાં પ્રમુખ અને ઉપ્રમુખ પર અવિશ્વાસની દરખાસ્ત (Motion of no confidence) પસાર કરવામાં આવી હતી.

હાલ, કોંગ્રેસે ગંભીર આક્ષેપો કરીને ભાજપને આડે હાથ લીધી છે અને જિલ્લા કલેક્ટરને (District Collector) પણ ભાજપના રબર સ્ટેમ્પ તરીકે ગણાવીને તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

સામાન્ય રીતે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવા માટે બહુમતિ (Majority) જરુરી હોય છે, ત્યારે ભાજપનાં 16 માંથી આઠ સભ્યોએ કોંગ્રેસને ટેકો આપતા આ દરખાસ્ત પસાર કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, બે માસથી પણ વધારે સમય વિત્યો હોવા છતાં સામાન્ય સભા ન બોલાવાતા કોંગ્રેસે આ દરખાસ્ત પસાર કરી હતી.

કોંગ્રેસના આક્ષેપ છે કે, ભાજપ દ્વારા અનેક વખત સામાન્ય સભા રદ કરવામાં આવી છે, છતાં કલેક્ટર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી, કલેક્ટરને ભાજપના રબર સ્ટેમ્પ (Rubber Stamp) તરીકે ગણાવીને તેનો વિરોધ કરતા જોવા મળી રહ્યા છે.

સામાન્ય સભામાં મુખ્યત્વે  શહેરનાં કામોની ચર્ચા કરવામાં આવે છે, પરંતુ  છેલ્લા બે મહિનાથી બેઠક ન બોલાવાતા શહેરમાં સફાઈ અને રોડ-રસ્તા સહિતનાં કામો અટકી જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે.

Next Video