Dwarka: માત્ર દોઢ ઇંચ વરસાદે ખોલી તંત્રની પોલ, ઠેરઠેર વરસાદી પાણીનો ભરાવો

|

Jul 12, 2021 | 4:43 PM

દ્વારકાની નગરપાલિકા પાસે તેમજ અન્ય વિસ્તારોમાં દોઢ ઇંચ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે. અને, તંત્રની પ્રિ-મોન્સુન કામગીરી સામે સવાલો ઉઠી રહ્યાં છે.

Devbhumi Dwarka: ચોમાસાની સિઝનમાં ઠેરઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સામાન્ય હોય છે. પરંતુ જો વરસાદી માહોલ બંધાય તે પહેલા કોઈ યોગ્ય પગલાં લેવામાં આવે તો આ સમસ્યાને ઘણી હદ સુધી ટાળી શકાય છે. જેથી તંત્ર દ્વારા પ્રિ-મોનસૂન કામગીરી ( pre-monsoon works) કરવામાં આવતી હોય છે.

જેમાં વરસાદી પાણીનો બરોબર નિકાલ થાય તે રીતે સાફ સફાઈ કરવામાં આવતી હોય છે. પરંતુ દેવભૂમિ દ્વારકામાં માત્ર દોઢ ઇંચ વરસાદે તંત્રની પોલ નાંખી છે.

દ્વારકાના નગરપાલિકા પાસે તેમજ અન્ય વિસ્તારોમાં દોઢ ઇંચ વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી છે. થોડા જ વરસાદમાં પાણી ભરાતા તંત્રની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મહત્વનું છે કે,

એક મહિના પહેલા જ પાંચ કરોડના પ્રિમોન્સૂન કામગીરીની જાહેરાત કરાઇ હતી. દોઢ ઇંચ વરસાદમાં દ્વારકાના નગરપાલિકા, રેલવે સ્ટેશન અને ભદ્રકાલી ચોક સહિતના વિસ્તારોમાં પાણી ભરાયું હતું.

આ પણ વાંચો: Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌંભાડનો NSUI દ્વારા વિરોધ, રજીસ્ટ્રાર જતીન સોનીના રાજીનામાની માગ

આ પણ વાંચો: Surat : મંદિરના પરિસરમાં જ નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, તસ્વીરોમાં કરો દર્શન

Next Video