Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કથિત માટી કૌંભાડનો NSUI દ્વારા વિરોધ, રજીસ્ટ્રાર જતીન સોનીના રાજીનામાની માગ

વિરોધને જોતા પોલીસે NSUIના 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ મામલે યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણીએ તપાસના આદેશ આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2021 | 4:13 PM

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University)માં કથિત માટી કૌંભાડને લઇને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. અને રજીસ્ટ્રાર જતીન સોનીના રાજીનામાની માગ કરી હતી. NSUIના કાર્યકર્તાઓએ યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

કુલપતિને રજૂઆત કર્યા બાદ એનએસયુઆઇના કાર્યકર્તાઓએ જતીન સોનાની ચેમ્બરમાં હોબાળો મચાવ્યો હતો અને રાજીનામાની માગ કરી હતી.

એનએસયુઆઇના વિરોધને જોતા પોલીસે એનએસયુઆઇના 10 જેટલા કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. આ મામલે યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણીએ તપાસના આદેશ આપ્યા છે અને તપાસ બાદ રજીસ્ટ્રાર અંગે પગલાં લેવાશે તેવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: ચહેરામાં છૂપાયેલા છે સ્વાસ્થ્યના રાજ: જો તમને છે આ લક્ષણ તો ચેતી જજો, હોઈ શકે છે આ ગંભીર બીમારી

આ પણ વાંચો: Amreli : સાવરકુંડલા પંથકના ગામોમાં વરસાદી માહોલ, લોકોએ ગરમીથી રાહત અનુભવી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">