દ્વારકાના કલ્યાણપુરમાં સાની ડેમ સમારકામની મંદ ગતિ, ખેડૂતોએ અનોખી રીતે વિરોધ કર્યો

|

Oct 27, 2021 | 7:08 PM

દ્વારકાના સાની ડેમમાંથી 3 પાલિકા અને 110 જેટલા ગામોને પીવાનું તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પુરુ પાડવામાં આવતું હતું.જે છેલ્લા બે વર્ષથી સમારકામ થવાની શરૂઆત કર્યા બાદ બંધ છે.

ગુજરાતમાં(Gujarat) દેવભૂમિ દ્વારકા(Dwarka)જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં સાની ડેમ(Sani Dam)ખાતે કિસાન કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરાયું. જેમાં આસપાસના ખેડૂતો(Farmers)પણ જોડાયા હતા.સાની ડેમ પર સૂર્યનારાયણને જળ ચડાવી અને હવન કર્યો. સાની ડેમનું કામ ગોકળ ગતિએ થતું હોય જેથી ખેડૂતો અને કોંગ્રેસ આગેવાનોએ વિરોધ દર્શાવ્યો હતો.

જેમાં કિસાન કોંગ્રેસનો આરોપ છે કે છેલ્લા બે વર્ષથી ડેમનું કામ થઈ રહ્યું છે પરંતુ હજુ સુધી કોઈ પણ જાતના દરવાજાનું કામ થયું નથી.મહત્વનું છે કે આ ડેમમાંથી 3 પાલિકા અને 110 જેટલા ગામોને પીવાનું તેમજ ખેડૂતોને સિંચાઈનું પાણી પુરુ પાડવામાં આવતું હતું.જે છેલ્લા બે વર્ષથી સમારકામ થવાની શરૂઆત કર્યા બાદ બંધ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પોલીસ ગ્રેડ પેની માંગ ઉગ્ર બની, અમદાવાદ સહિત રાજયના અનેક જિલ્લાઓમાં પ્રદર્શન

આ પણ વાંચો :  વડોદરા કોર્પોરેશન દિવાળી પૂર્વે કોરોના રસીના પ્રથમ ડોઝના 100 ટકા લક્ષ્યાંકને પૂર્ણ કરવા સક્રિય

Next Video