Dwarka: ફુલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી, અબીલ ગુલાલથી દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું

|

Mar 18, 2022 | 4:26 PM

દ્વારકામાં ભક્તો આજે ફુલડોલ ઉત્સવ નિમિતે બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચ્યા હતા લાંબી કતારોમાં ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રંગાવા અધિરા બન્યા હતા આજે દ્વારકાની બજારોમાં પણ સ્થાનિકોએ પણ ડીજે ના તાલ સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી

Dwarka: ફુલડોલ ઉત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી, અબીલ ગુલાલથી દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું
Gujarat Dwarkadish Temple

Follow us on

દ્વારકામાં(Dwarka)ધૂળેટીના પર્વે ફુલડોલ ઉત્સવ(Fuldol Mahotsav)ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યો અબીલ ગુલાલ સંગ દ્વારકાધીશ મંદિર રંગાઈ ગયું હતું દ્વારકામાં ફુલડોલ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાયો હતો દ્વારકામાં આજે ભક્તિભાવ સાથે ભક્તોએ દ્વારકાધીશ સંગ અબીલ ગુલાલના રંગો સાથે ઉત્સવની ઉજવણી કરી હતી દ્વારકામાં દ્વારકાધીશ સંગે રંગે રમવા બહોળી સંખ્યામાં ભક્તો આવી પહોંચ્યા હતા. દ્વારકાધીશ સંગ ભક્તોએ પૂજારી પરિવાર સાથે દ્વારકાધીશ મંદિરમાં આજે રંગોની રમઝટ બોલાવી હતી. દ્વારકાધીશ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રમવા આવી પહોંચ્યા હતા આજે પૂજારી પરિવાર દ્વારા આરતી સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી થઈ હતી. પોલીસ કર્મચારીઓએ પણ એક બીજાને રંગોથી રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી જિલ્લા પોલીસ વડા સુનિલ જોશીએ પોલીસ કર્મચારીઓને રંગે રંગી ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી

દ્વારકાધીશ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

દ્વારકામાં ભક્તો આજે ફુલડોલ ઉત્સવ નિમિતે બહોળી સંખ્યામાં દ્વારકા આવી પહોંચ્યા હતા લાંબી કતારોમાં ભક્તો દ્વારકાધીશ સંગે રંગે રંગાવા અધિરા બન્યા હતા આજે દ્વારકાની બજારોમાં પણ સ્થાનિકોએ પણ ડીજે ના તાલ સાથે ફુલડોલ ઉત્સવની ઉજવણી કરી હતી. ફુલડોલ ઉત્સવ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો યાત્રાધામ દ્વારકા ખાતે પધારતા હોઈ દ્વારકાધીશ મંદિર ની સુરક્ષા માં વધારો કરાયો છે તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુસર દ્વારકાધીશ મંદિર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે સમુદ્ર કાઠે આવેલા પવિત્ર દ્વારકાધીશ મંદિર આસ પાસના સમુદ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

ભક્તોની ભીડ વધવાની શક્યતાને લઇને તંત્ર એલર્ટ

યાત્રાધામ દ્વારકા ખાતે ફુલડોલ ઉત્સવ માટે ખાસ 1 એ.એસ.પી, 5 ડી.વાય.એસ.પી,20 પી.આઇ.,60 પી.એસ આઈ અને 700 જેટલો પોલીસ જવાન સહિત 1400 જેટલા કુલ એસ.આર.ડી, જી.આર. ડી.સહિતના જવાનોનો કાફલો દ્વારકા ખાતે તૈનાત કરવામાં આવ્યો છે. દ્વારકામાં બે વર્ષ બાદ હોળી ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવાય રહ્યો હોય ત્યારે ભક્તોની ભીડ વધવાની શક્યતા છે જેને લઇને તંત્ર દ્વારા દર્શન માટે ભીડ ન થાય તે માટે મંડપો અને બેરીકેટ મુકવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

આ પણ વાંચો :  Bhavnagar : 108માં મહિલાએ જોડિયા બાળકોને જન્મ આપ્યો, 108 સેવા ફરી એકવાર જીવનરક્ષક સાબિત થઈ

આ પણ વાંચો : Surat : ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ સુરક્ષા વગર મંદિરે પહોંચ્યા, પરિવાર સાથે ધૂળેટીની ઉજવણી કરી

 

Next Article