Dwarka : ભારે વરસાદની આગાહીના પગલે જામરાવલ નગરપાલિકા તંત્ર એલર્ટ

|

Sep 28, 2021 | 9:46 AM

જામરાવલ નગર પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે લોકોને જાણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહીને લઈ રાત્રીના સમયે લાઉડ સ્પીકર પર સલામત સ્થળે ખસી જવા લોકોને જાણ કરવામાં આવી છે.

ગુજરાતમાં(Gujarat)ભારે વરસાદની આગાહીના પગલે દેવભૂમિ દ્વારકા(Dwarka)જિલ્લામાં જામરાવલ નગર પાલિકા તંત્ર એલર્ટ થયું છે. જેમાં જામરાવલ નગર પાલિકા તંત્ર દ્વારા અગમચેતીના ભાગ રૂપે લોકોને જાણ કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહીને લઈ રાત્રીના સમયે લાઉડ સ્પીકર પર સલામત સ્થળે ખસી જવા લોકોને જાણ કરવામાં આવી છે.

જામરાવલ નગર પાલિકા વિસ્તારમાં ભારે વરસાદ થાય તો કેટલાક વિસ્તારમાં પાણી ભરાઈ જવાની શક્યતા ને લઈ તંત્ર દ્વારા નદી ના પટ વિસ્તારમાં લોકો ને અવરજવર ન કરવા સૂચન કર્યું છે.

ગુજરાતમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે..,, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે.

જેમાં પાટણ, મહેસાણા, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, અમરેલીમાં અતિભારે વરસાદ પડી શકે છે તો પોરબંદર, બોટાદ, ગાંધીનગર, અમદાવાદ, ભાવનગર, ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ અપાયું છે. હવામાન વિભાગના મતે કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

આ  પણ વાંચો : RSS ના સરસંઘચાલક મોહન ભાગવત ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે, સુરત રેલ્વે સ્ટેશને સ્વાગત કરાયું

આ પણ વાંચો : વડોદરા ગોત્રી દુષ્કર્મ કેસમાં મોટા સમાચાર, હાર્મોની હોટલના માલિક કાનજી મોકરિયાની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી

Published On - 9:19 am, Tue, 28 September 21

Next Video