Dwarka: CM ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ ડિમોલિશનના સ્થળનું નિરિક્ષણ કરીને કહ્યું કે ‘ગેરકાયદે પ્રવૃતિ ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવતા CM’

|

Mar 28, 2023 | 5:52 PM

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે. વહીવટી તંત્રએ 520થી વધારે દબાણ હટાવીને 14.27 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરી છે. અંદાજે 6.19 કરોડ રૂપિયાની જમીન ઉપરનું દબાણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર દૂર કરવામાં આવ્યું હતું.

Dwarka: CM ભૂપેન્દ્ર પટેલ-હર્ષ સંઘવીએ ડિમોલિશનના સ્થળનું નિરિક્ષણ કરીને કહ્યું કે ગેરકાયદે પ્રવૃતિ ચલાવી લેવામાં નહીં આવે તેમ જણાવતા CM

Follow us on

ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા ખાતે તાજેતરમાં જ મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ દ્વારકામાં દબાણો હટાવાયા હતા તે નાવદ્રા, હર્ષદ ગાંધવી અને ભોગાત નામના સ્થળની મુલાકાત લીધી હતી. આ મુલાકાત અને નિરિક્ષણ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે અહીં ગેરકાયદે પ્રવૃતિ કોઈ હિસાબે ચલાવી લેવામાં આવશે નહીં અને 1600 કિલમીટરના દરિયાકાંઠે જ્યાં પણ ગેરકાયદે દબાણ જોવા મળશે તેને દૂર કરવામાં આવશે.

જામનગર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રીનું ટૂંકું રોકાણ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થતાં મહાનુભાવો દ્વારા તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી આજે દ્વારકા જિલ્લાની મુલાકાતે છે ત્યારે જામનગર એરપોર્ટ ખાતે તેઓએ ટૂંકું રોકાણ કર્યું હતું.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

આ પણ વાંચો:  Gandhinagar: દરિયાઈ માર્ગે થતી નશીલા પદાર્થોની ઘૂસણખોરી સહિત રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિઓ રોકવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હર્ષદ, નાવદ્રા અને ભોગાતમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટાપાયે ગેરકાયદે બાંધકામ દૂર કરાયું છે. વહીવટી તંત્રએ 520થી વધારે દબાણ હટાવીને 14.27 લાખ ચોરસ ફૂટ જગ્યા ખુલ્લી કરી છે. અંદાજે 6.19 કરોડ રૂપિયાની જમીન ઉપરનું દબાણ કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ વગર દૂર કરવામાં આવ્યું હતું.

દરિયાઈ સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ

ઉપરાંત રાજ્યમાં ગત રોજ દરિયા કાંઠાની સુરક્ષા માટે પણ એક દિવસીય વર્ક શોપનું આયોજન ગાંધીનગર ખાતે થયું હતું. મુખ્યમંત્રીએ આ પરિષદનું સમાપન કરાવતાં કહ્યું હતું કે, રાજ્યના યુવાધનને નશાખોરી-માદક દ્રવ્યોને રવાડે ચડાવનારા તત્વો સામે પોલીસદળે ઝૂંબેશ આદરી છે તેના ખૂબ સારા પરિણામો મળ્યા છે. ‘‘આપણે દરિયાઇ સુરક્ષાને પણ એટલી જ અહેમિયત આપી 1600 કિ.મી. લાંબા દરિયા કિનારાને આવી નાપાક ગતિવિધિઓથી પોલીસની સતર્કતાથી સુરક્ષિત રાખીને રાષ્ટ્રની સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવીએ છીએ.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોસ્ટલ સિક્યુરિટી અને ઇન્ટરનલ સિક્યુરિટી માટે સંબંધિત વિભાગો વચ્ચે પરસ્પર સંકલન વધુ સુદ્રઢ કરવા સાથે ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગની પણ હિમાયત કરી હતી.

ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ અને પરસ્પર સંકલનથી કોસ્ટલ સિક્યુરિટી વ્યવસ્થા વધુ સંગીન બનાવવા રાજ્ય સરકાર દ્વારા પોલીસ અને સંબંધિત તંત્રોને અદ્યતન સાધનો પૂરા પાડવાની નેમ વ્યક્ત કરી હતી. ડ્રગ્સ ઘૂસણખોરી સહિતની કોઈપણ રાષ્ટ્ર-રાજ્ય વિરોધી ગતિવિધિ ધ્યાને આવે કે તરત ઉગતી જ ડામી દેવા કડક કાર્યવાહીના દિશાનિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Next Article