Dwarka : સાર્વત્રિક વરસાદના પગલે ચેકડેમ,નદી અને તળાવોમાં નવા નીર આવ્યા

|

Sep 09, 2021 | 10:27 PM

દ્વારકામાં સતત વરસાદી માહોલ રહેતા ચેકડેમ, તળાવો સહિત નદી નાળાઓ છલકાયા છે. જેમાં જિલ્લામાં મોસમનો કુલ 72 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે

ગુજરાત(Gujarat) ના દ્વારકામાં(Dwarka) પણ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ(Rain)ના પગલે ગ્રામીણ વિસ્તારમાં નદી અને તળાવોમાં પાણીની આવક વધી છે.

દ્વારકા જિલ્લામા 24 કલાક દરમિયાન સાર્વત્રિક વરસાદ થતાં ખેડૂતોના પાકને ફાયદો થયો છે. એક તરફ વરસાદ ખેંચાયો હતો બાદમાં હવે સતત વરસાદી માહોલ રહેતા ખેતરમાં ઉભા પાક ને જીવનદાન મળી રહ્યું છે. જયારે ચેકડેમ અને તળાવો સહિત નદી નાળાઓ છલકાયા છે. જેમાં જિલ્લામાં મોસમનો કુલ 72 ટકા જેટલો વરસાદ નોંધાઇ ચુક્યો છે

દ્વારકા નગરીમાં મેઘરાજા મહેરબાન થતાં એક જ રાતમાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલા નદીનાળા છલકાયા છે. તેમજ દ્વારકા નગરીમાં બુધવારે 6 ઇંચ વરસાદ નોંધાયો હતો.તેમજ મુશળધાર વરસાદથી નદી નાળાઓ છલકાયા હતા.

દ્વારકા જિલ્લાના ટુપણી, ધીણકી સહિતના ગામોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તેમજ ટુપણી અને આસપાસના વિસ્તારોમાં આવેલ ચેકડેમ અને સ્થાનિક તળાવો અને નદીનાળાઓમાં પાણીની નોંધપાત્ર આવક જોવા મળી રહી છે. દ્વારકા નગરીમાં મોસમનો કુલ 90 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મુશળધાર વરસાદ થયો. રાત્રે 12 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો હતો જેમાં ખાસ કરીને સવારે 4 થી 6 વાગ્યા સુધીમાં સવા ચાર ઇંચ વરસાદ થતાં ઈસ્કોન ગેઇટ વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો બચી શક્ય નથી.

આ પણ વાંચો : Vadodara : દયાની દેવીના હુલામણા નામે જાણીતા ભાનુમતી ઘીવાલાની રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ માટે પસંદગી

આ પણ વાંચો : Junagadh : માંગરોળમાં ભારે વરસાદના પગલે લંબોરા ડેમ ઓવરફલો થયો

Next Video