Devbhoomi dwarka: રૂક્ષ્મણીજીના મંદિરની સેવા-પૂજાના ઈજારાની બોલાઈ બોલી, 3 વર્ષનો ઈજારો 12 કરોડ બોલાયો

|

Feb 28, 2023 | 10:01 AM

દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત આ પૌરાણિક મંદિરના પૂજા અને વહીવટનો ત્રણ વર્ષ માટે ઈજારો આપવામાં આવ્યો છે. ગુગળી જ્ઞાતિની બ્રહ્મપુરીમાં 3 વર્ષ માટેનો ઈજારો આપવાની પ્રક્રીયા યોજાઈ હતી.

Devbhoomi dwarka: રૂક્ષ્મણીજીના મંદિરની સેવા-પૂજાના ઈજારાની બોલાઈ બોલી, 3 વર્ષનો ઈજારો 12 કરોડ બોલાયો

Follow us on

દ્વારકાના રૂક્ષ્મણી મંદિરના સેવા અને પૂજાનો 3 વર્ષનો ઈજારો રૂપિયા 12 કરોડમાં આપવામાં આવ્યો છે. દ્વારકાથી બે કિલોમીટર દૂર રૂક્ષ્મણીજીનું પૌરાણિક મંદિર આવેલું છે. દ્વારકા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ સંચાલિત આ પૌરાણિક મંદિરના પૂજા અને વહીવટનો ત્રણ વર્ષ માટે ઈજારો આપવામાં આવ્યો છે. ગુગળી જ્ઞાતિની બ્રહ્મપુરીમાં 3 વર્ષ માટેનો ઈજારો આપવાની પ્રક્રીયા યોજાઈ હતી. જેમાં ભગવાન શ્રીકૃષ્ણના પટરાણી રૂક્ષ્મણીજીના મંદિરની સેવા અને પૂજા કરનારા ઈજારદારે રોજ 1.10 લાખ ટ્રસ્ટમાં જમા કરાવાના રહેશે.

આ પણ વાંચો :Gujarati video: દેવભૂમિ દ્વારકામાં આવેલા 24 ટાપુની સુરક્ષા સંદર્ભે જાહેરનામું બહાર પડાયું

ઈજારો પ્રક્રીયામાં કુલ પાંચ વ્યકિતઓએ ટેન્ડરિંગ બાદ બોલી બોલવાની પ્રક્રીયામાં ભાગ લીધો હતો. જેમાં હાલમાં વર્તમાન બેટ દ્વારકાના પૂજારી અરૂણ દવેએ 12 કરોડ 5 હજાર 505 રૂપિયાની સૌથી ઉંચી બોલી બોલી હતી.જેથી હવે આગામી 3 વર્ષ માટે ટ્રસ્ટે તેમને સેવાનો ઈજારો આપ્યો હતો. તેઓ છેલ્લા 15 વર્ષથી રૂક્ષ્મણી મંદિરનો સેવાક્રમ સંભાળે છે. 3 વર્ષ પહેલા આ ઈજારો તેમને 6 કરોડમાં અપાયો હતો. આમ 3 વર્ષમાં 12 કરોડ ટ્રસ્ટને આપવાના રહેશે.

દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો

રૂક્ષ્મણી મંદિર ઉપર લહેરાઈ સૌ પ્રથમ વાર LED વાળી ધજા

યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ રૂક્ષ્મણી મંદિરે LED લાઇટવાળી ધજા ચડાવવામાં આવી હતી. એક ભાવિક પરિવારે રૂક્ષ્મણી મંદિર ઉપર સૌ પ્રથમ વાર LED વાળી ધજા ફરકાવી હતી. નોંધનીય છેકે ભારતમાં રૂક્ષ્મણી મંદિર ઘણા ઓછા છે તે પૈકીનું એક મંદિર દ્વારકામાં આવેલું છે અને તેનું વિશેષ માહાત્મય છે શાસ્ત્રોમાં મંદિરની ધજાનું આગવું માહાત્મય છે કહેવાય છે કે મંદિરમાં દર્શન ન કરી શકો તો દૂરથી મંદિરની ધજાના દર્શન કરો તો પણ તે ભગવાનના દર્શન કર્યા બરાબર છે ત્યારે રૂક્ષ્મણી મંદિર ઉપર એલઇડી ધજા ચડાવીને ધન્યતાનો અનુભવ કરવામાં આવ્યો હતો. નોંધનીય છેકે દ્વારિકામાં આવેલા જગત મંદિર ઉપર રોજ પાંચ વાર ધજા બદલવામાં આવે છે.

શંકરાચાર્યની 4 પીઠ પૈકીની એક પીઠ છે દ્વારિકામાં

દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે. તેથી તે વલ્લભાચાર્યની પ્રણાલી પ્રમાણે અહીં પૂજા અર્ચના થાય છે અને મંદિરમાં પાંચ વખત ધ્વજારોહણ થાય છે. ચાર ધામ પૈકીના મહત્વના ગણાતા દ્વારિકાધીશ જગત મંદિરનું દેશ વિદેશમાં આગવું મહત્વ છે. જગતગુરૂ શંકરાચાર્ય દ્વારા દ્વારિકાધીશ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો.

Published On - 9:11 am, Tue, 28 February 23

Next Article