Devbhoomi Dwarka: જગત મંદિરમાં કૃષ્ણજન્મોત્સવ માટેની તડામાર તૈયારી, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર

|

Aug 17, 2022 | 6:27 PM

જન્માષ્ટમી તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને જગત મંદિરને (Jagat Mandir) રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીના ઝગમગાટથી મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

Devbhoomi Dwarka: જગત મંદિરમાં કૃષ્ણજન્મોત્સવ માટેની તડામાર તૈયારી, રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું મંદિર

Follow us on

દેવભૂમિ દ્વારકામાં (Devbhoomi Dwarka) આવેલા જગત મંદિર ખાતે જન્માષ્ટમીમી (Krishna Janmashtmi) ઉજવવા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. બે વર્ષ બાદ અને કોરોનાકાળ હળવો થયા બાદ આ પ્રથમ એવી જન્માષ્ટમી  છે જેમાં માનવ મહેરામણ ઉમટી પડે તીવ્ર તમામ શકયતા છે . જન્માષ્ટમી તહેવારને લઈને દ્વારકાધીશ મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે અને  જગત મંદિરને (Jagat Mandir) રંગેબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. રોશનીના ઝગમગાટથી મંદિર સોળે કળાએ ખીલી ઉઠ્યું છે.

નોંધનીય છે કે જન્માષ્ટમી ઉત્સવ અંગે  જીલ્લા કલેકટર એમ.એ. પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. અને તમામ તૈયારીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર (District Collector) એમ.એ. પંડ્યાએ જણાવ્યું હતું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવ ભારે ધામધૂમથી ઉજવાશે. આ વર્ષે કોરોનાકાળ હળવો હોવાને લીધે ભક્તજનો મોટી માત્રામાં ઉમટી પડે તેવી શક્યતા છે.

પાર્કિંગથી માંડીને ટ્રાફિકની તમામ વ્યવસ્થાનું રખાશે ધ્યાન

જન્માષ્ટમી ઉત્સવ માટે મોટી સંખ્યામાં લોક ઉમટી પડશે તેવી શકયતાને ધ્યાનમાં રાખતા ટ્રાફિક નિયમન તેમજ પાર્કિંગની વિશેષ સુવિધા ઊભી કરવામાં આવી છે. સાથે જ લોકોને સારી રીતે દર્શન થઈ શકે તે માટે ફણ મંદિરમાં વ્યવસ્થા ગોઠવવાની શરૂઆત કરવામાં આવી છે. રજાઓના માહોલને કારણે દ્વારકામાં અત્યારથી જ  દર્શન કરવા માટે લોકો ઉમટી રહ્યા છે. ત્યારે હેલ્પ ડેસ્ક પણ ઉભા કરવામાં આવ્યા છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

વરસાદી અને પવનવાળા વાતાવરણમાં બીચ ઉપર જવાની મનાઈ

હાલમાં મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે ત્યારે કલેક્ટરે આદેશ આપ્યા હતા કે સહેલાણીઓ દરિયાથી દૂર રહે તેમજ બીચ ઉપર અંદર સુધી ન જાય. હાલમાં દરિયામાં કરંટ હોવાને લીધે જોખમ ઉભું થઈ શકે છે. સાથે જ લોકો લોકો કોરોના ગાઈડલાઈનનું યોગ્ય રીતે પાલન કરવામાં આવે તેની ખાસ તકેદારી રાખવા લોકોને અપીલ કરી છે. તેમજ હોટેલ એસોસિએશન દ્વારા યાત્રિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવશે. તેમ પણ જણાવવામાં આવ્યું હતું.

દ્વારકા અને ખંભાળિયા શહેરમાં જોવા મળી અનેરી રોનક

બે વર્ષ બાદ સામાન્ય માહોલમાં જન્માષ્ટમી ઉજવાઈ રહી હોવાથી દ્વારકા મંદિર તેમજ શહેરમાં અનેરી રોનક જોવા મળી હતી. વેપારીઓમાં પણ સ્થાનિક ખરીદી  વધે તેવો આશાવાદ જોવા મળ્યો હતો. જનમાષ્ટમી પર્વના કારણે જગત મંદિર તેમજ ખંભાળિયા અને આસપાસના  વિસ્તારમાં હાલમાં મેળા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Next Article