Devbhoomi Dwarka: ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

|

Mar 03, 2022 | 7:58 AM

આરોપી દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ તે પ્રેગનેન્ટ છે કે નહીં તે ચેક કરવા માટે બોલાવી હતી ત્યારે સગીરા તેની 14 વર્ષની નાની બહેનને સાથે લઈ જતા તેની સાથે પણ દુષ્કર્મ આચરતાં બંને બહેનોએ પરિવારને જાણ કરી હતી.

Devbhoomi Dwarka: ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી
ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મ, પોલીસે 3 આરોપીની ધરપકડ કરી

Follow us on

ખંભાળિયામાં બે સગીર બહેનો પર દુષ્કર્મની ઘટના બહાર આવ્યા બાદ દુષ્કર્મી અને તેના બે મિત્રોની પોલીસે ધરપકડ કરી હતી. આરોપી દ્વારા સગીરા પર વારંવાર દુષ્કર્મ આચર્યા બાદ તે પ્રેગનેન્ટ છે કે નહીં તે ચેક કરવા માટે બોલાવી હતી ત્યારે સગીરા તેની 14 વર્ષની નાની બહેનને સાથે લઈ જતા તેની સાથે પણ દુષ્કર્મ આચરતાં બંને બહેનોએ પરિવારને જાણ કરી હતી.

16 વર્ષની સગીરા સાથે નિકેશ ચંદુભાઇ પ્રજાપતિએ દોસ્તી કેળવી વારંવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યાર બાદ પ્રેગ્નન્સી ચેક માટે બોલાવી હતી ત્યારે સગીરા તેના નાની બહેનને સાથે લઈને ગઈ હતી. આ સમયે નિકેશે નીની બહેનને એકલા રૂમમાં બોલાવી હતી. મેટી બહેને ના પાડતા તેને દુપટ્ટાથી બાંધી દઈ અવાજ કરે તો મારી નાખવાની ધમકી આપી તેની નાની બહેન સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું.

આરોપી નિકેશે સગીરાની નાની બહેન સાથે મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર મામલે ભોગગ્રસ્તના પરીજનએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને પોકસો એકટ સહીતની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. આ ફરીયાદના આધારે પોલીસ વડા સુનિલ જોશીના માર્ગદર્શન હેઠળ પીઆઇ જુડાલ તથા સ્ટાફે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને દુષ્કર્મ આચરનાર તેમજ મદદગાર બંને મિત્રોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

પોલીસસુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ખંભાળીયાના નિકેશ ચંદુભાઇ પ્રજાપતિએ પંથકના એક પરિવારની 16 વર્ષ અને 9 માસની વય ધરાવતી સગીરાને લલચાવી ફોસલાવી મિત્રતા કેળવી તેની સાથે અવાર નવાર અલગ અલગ સ્થળે શરીર સબંધ બાંધ્યો હતો ત્યારબાદ આરોપી નિકેશ પ્રજાપતિએ એક ચોક્કસ સ્થળે રૂમ પર ફરીવાર ગત 27ના રોજ સગીરાને પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા બોલાવી હતી અને સગીરા તેણીની ચૌદ વર્ષ બે માસની નાની બહેનને સાથે લઈને આરોપીઓના રૂમે ગઈ હતી.

ત્યારે આરોપી નિકેશએ સગીરાની નાની બેનને રૂમમાં એકલી બોલાવતા મોટી બહેને નાની બહેનને એકલા રૂમમાં જવાની ના કહી દીધી હતી. જે વેળા આ સ્થળે હાજર રહેલ આરોપી નિકેશના મિત્ર આરોપી આશિષ કારૂભાઈ આહીર અને મહેશ ચાવડાએ સગીરાને દુપટ્ટા વડે હાથ પગ બાંધી દઈ અને આરોપી આશિષ કારૂભાઈ આહિરએ છરી કાઢી બન્ને આરોપીઓએ સગીરાને રાડા રાડી કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ Kutch: 9 દરિયાઈ રાજ્યો અને 4 કેન્દ્ર શાસિત પ્રદેશોને આવરતા સાગર પરિક્રમાનો ગુજરાતથી થશે પ્રારંભ

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: સરકાર બજેટ સત્રમાં ખેડૂતો માટે કરી શકે છે આ મહત્વપૂર્ણ જાહેરાત

Next Article