Devbhoomi dwarka: રૂક્ષ્મણી મંદિર ઉપર લહેરાઈ સૌ પ્રથમ વાર LED વાળી ધજા, ભાવિકોએ દર્શન કરીને અનુભવી ધન્યતા

|

Jan 07, 2023 | 9:39 AM

દેવી-દેવતાના નાના સ્થાનકો હોય કે  મોટા મંદિર તેના શિખર ઉપર હંમેશાં  ધજા સદૈવ ફરકતી જોવા મળે છે. આ ધજાનું એક અલગ જ આધ્યાત્મિક મહત્વ છે. ધજાના દર્શનનું ભગવાનના દર્શન જેટલું જ માહાત્મ્ય શાસ્ત્રમાં કહેવાયું છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે  शिखर दर्शनम् पाप नाशनम् 

Devbhoomi dwarka: રૂક્ષ્મણી મંદિર ઉપર લહેરાઈ સૌ પ્રથમ વાર LED વાળી ધજા, ભાવિકોએ દર્શન કરીને અનુભવી ધન્યતા
રૂક્ષ્મણી મંદિર ઉપર ફરકાવાઈ LED ધજા

Follow us on

યાત્રાધામ દ્વારકા ખાતે આવેલ રૂક્ષ્મણી મંદિરે LED લાઇટવાળી ધજા ચડાવવામાં આવી હતી. એક ભાવિક પરિવારે  રૂક્ષ્મણી  મંદિર ઉપર સૌ પ્રથમ વાર LED વાળી ધજા ફરકાવી હતી. નોંધનીય છેકે ભારતમાં  રૂક્ષ્મણી મંદિર ઘણા ઓછા છે તે પૈકીનું એક મંદિર દ્વારકામાં આવેલું છે અને તેનું વિશેષ માહાત્મય છે  શાસ્ત્રોમાં મંદિરની ધજાનું આગવું માહાત્મય છે કહેવાય છે કે મંદિરમાં દર્શન ન  કરી શકો તો દૂરથી મંદિરની  ધજાના દર્શન કરો તો પણ તે ભગવાનના દર્શન  કર્યા બરાબર છે ત્યારે રૂક્ષ્મણી મંદિર ઉપર  એલઇડી ધજા ચડાવીને  ધન્યતાનો અનુભવ  કરવામાં આવ્યો હતો.   નોંધનીય છેકે દ્વારિકામાં આવેલા  જગત મંદિર ઉપર  રોજ પાંચ વાર ધજા બદલવામાં આવે છે.

શાસ્ત્રમાં કહેવાયું છે  शिखर दर्शनम् पाप नाशनम्

ધજાના દર્શનનું ભગવાનના દર્શન જેટલું જ માહાત્મ્ય શાસ્ત્રમાં કહેવાયું છે. શાસ્ત્રમાં કહેવાયું છે કે  शिखर दर्शनम् पाप नाशनम्  મંદિરના કળશ અને તેની ધ્વજાને જોતા નમન કરવું જોઈએ. તેનાથી તમને ભગવાનના દર્શન કર્યાનું ફળ મળે છે. મંદિરના શિખર અને ધજાના દર્શન પણ ભગવાનના દર્શન કર્યા જેવી અનુભૂતિ કરાવે છે, ત્યારે હવે ફરીથી  દેવભૂમિ દ્વારકામાં 11 દિવસ બાદ જગત મંદિરની (Jagat Mandir) ધજા પૂર્ણ ઊંચાઇએ લહેરાતા મંદિર નજીકથી પસાર થતા તેમજ દૂરથી પસાર થતા આસ્થાળુઓ ધજાના દર્શન કરીને ધન્યતા અનુભવશે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

દેવી-દેવતાના નાના સ્થાનકો હોય કે  મોટા મંદિર તેના શિખર ઉપર હંમેશાં  ધજા સદૈવ ફરકતી જોવા મળે છે. આ ધજાનું એક અલગ જ આધ્યાત્મિક મહત્વ છે. ધજા મંદિર ના શિખર પર એક દંડમાં ફરકતી રહે છે. વરસાદ હોય કે પવન ગમે તેવી પરિસ્થિતિ હોય મંદિર ઉપર ધજા હંમેશાં  ફરકતી રહે છે  તાઉતે જેવા વાવાઝોડાના સમયે  દ્વારિકાધીશ મંદિર ઉપર અડધી કાઠીએ  ધજા ફરકાવવામાં આવી હતી.

શંકરાચાર્યની 4 પીઠ પૈકીની એક પીઠ છે દ્વારિકામાં

દ્વારકાધીશ મંદિર એક પુષ્ટિમાર્ગ મંદિર છે. તેથી તે વલ્લભાચાર્યની પ્રણાલી પ્રમાણે અહીં પૂજા અર્ચના થાય છે અને મંદિરમાં પાંચ વખત ધ્વજારોહણ થાય છે. ચાર ધામ પૈકીના મહત્વના ગણાતા દ્વારિકાધીશ જગત મંદિરનું  દેશ વિદેશમાં આગવું મહત્વ છે. જગતગુરૂ શંકરાચાર્ય દ્વારા  દ્વારિકાધીશ મંદિરનો જીર્ણોદ્વાર કરવામાં આવ્યો હતો

52 ગજની ધજાનું રહસ્ય

કહે છે કે મંદિર પર બાવન ગજની ધજા ચડાવનાર ભક્તને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તિ થાય છે. આ ધજને મસ્તકે અડાડવવાથી ચિંતામુક્તિનો અનુભવ થાય છે. બાવન ગજની ધજાનો અર્થ આ પ્રમાણે છે, 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો 52 થાય છે. જેથી એવું કહેવાય છે કે, કોઈપણ મંદિરના દર્શને જઈએ ત્યારે ધજાના દર્શન અવશ્યથી કરવા જોઈએ. ધજાના મનોરથથી ભક્તના મનમાં કાયમી અદ્વિતીય મીઠી યાદ રહે છે. ધજા માનવ જીવનને ધન્ય બનાવે છે.

Next Article