Devbhoomi dwarka : કાપડ બજારમાં લાગેલી વિકરાળ આગ કાબૂમાં, માલમત્તાને ભારે નુકસાન, જાણો જિલ્લાના અન્ય મહત્વના સમાચાર

હાલના તબક્કે આગ (Fire) લાગવાનું કારણ ખબર પડી નથી. પરંતુ કાપડના પોટલા સળગી ગયા હોવાને કારણે ત્યાં દુકાન ધરાવતા લોકોને મોટા પાયે નુકસાન થયું હતું.

Devbhoomi dwarka : કાપડ બજારમાં લાગેલી વિકરાળ આગ કાબૂમાં, માલમત્તાને ભારે નુકસાન, જાણો જિલ્લાના અન્ય મહત્વના સમાચાર
ખંભાળિયાના કાપડ બજારમાં લાગેલી વિકરાળ આગ કાબૂમાં
| Edited By: | Updated on: Jan 04, 2023 | 8:57 AM

દેવભૂમિ દ્વારકાના મુખ્ય મંથક ખંભાળિયામાં બસ સ્ટેન્ડની પાછળના ભાગે આવેલા બલેચિયા બજાર વિસ્તારમાં આગની ઘટના બની હતી. અહીંમોટા ભાગે  કાપડ બજાર હોવાથી આગ ઝડપથી કાપડના પોટલામાં પ્રસરી ગઈ હતી અને વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટના અંગે માહિતી મળતા ફાયર બ્રિગ્રેડ ત ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. આગ એટલી વિકરાળ હતી કે મહામહેનતે ફાયરના જવાનોએ આગને કાબૂમાં લીધી હતી. હાલના તબક્કે આગ લાગવાનું કારણ ખબર પડી નથી. પરંતુ કાપડના પોટલા સળગી ગયા હોવાને કારણે ત્યાં દુકાન ધરાવતા લોકોને મોટા પાયે નુકસાન થયું હતું.

દ્વારકા જિલ્લાના અન્ય  મહત્વના  સમાચાર

મુક્ત બજારમાંથી ડીઝલ મળી રહે  તે માટે તેમણે મુખ્યપ્રધાનને માછીમારોની રજૂઆત

દેવભૂમિ દ્વારકાના આર. કે. બંદર, ડાલડા બંદર ઉપર કામ કરતા 33 હજાર માછીમારોની રોજગારીનો પ્રશ્ન ઉભો થયો છે, કેમ કે ડીઝલના ભાવ તેમને બજાર ભાવ કરતાં 3.70 રૂપિયા વધારે ચુકવવા પડે છે, હવે આવું કેમ તે સવાલ ઉભો થયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા ગામ નજીક આવેલા આર. કે. બંદર, ડાલડા બંદર પર 33 હજાર માછીમાર રોજીરોટી મેળવી રહ્યાં છે, પરંતુ હાલ તેમની ફિકર એ છે કે બોટમાં તેઓ જે પેટ્રોલ ભરાવે છે તેનો ભાવ 3 રૂપિયા 70 પૈસા વધારે ચુકવવો પડે છે, જ્યારે બજાર ભાવ સસ્તો છે, માછીમાર ભાઇઓની માગ છે કે તેમને માછીમારી માટે મુક્ત બજારમાંથી ડીઝલ મળી રહે, તે માટે તેમણે મુખ્યપ્રધાન સુધી લેખિત રજૂઆત કરી છે.

દ્વારકાધીશ પરિસરમાં આવતા બાળકોની સુરક્ષામાં પોલીસની સક્રિય કામગીરી

દ્વારકાધીશ મંદીરમાં આવતા ભાવિકોની સુરક્ષામાં  પોલીસ કર્મચારીઓ  હંમેશા સક્રિય હોય છે ત્યારે જિલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શનમાં  ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા પોલીસ ઈન્સપેક્ટર પી.એ. પરમારના માર્ગદર્શન હેઠળ વર્ષ 2022 દરમિયાન હોળી, જન્માષ્ટમી, દિવાળી તથા નાતાલ સહિતના તહેવારોમાં બાળકો, વડીલો તેમજ પરિવારથી વિખૂટા પડી ગયેલા 145 જેટલા વ્યક્તિઓનું પુનઃ મિલન કરાવવામાં આવ્યું હતું.

મગફળીની ખરીદીમાં છેતરપિંડી કરનાર ઝડપાયો

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં ખેડૂતોની મગફળી ખરીદી રૂપિયા ન ચુકવી છેતરપિંડી કરનાર શખ્સ ઝડપાયો છે. ખંભાળિયા પોલીસે મુરૂ કરમુરને ઝડપીને 91 લાખથી વધુની રકમ પરત મેળવી છે. ખંભાળિયાના આહીર સિંહણ ગામના વતની મુરૂ કરમુરે અનેક ખેડૂતો સાથે ઠગાઈ કરી હતી. આ અંગે પોલીસ ફરિયાદ થતા જ પોલીસે ટેકનિકલ મદદ અને બાતમીના આધારે આરોપીને દબોચી લીધો હતો. આરોપીના સાત દિવસના રિમાન્ડ દરમિયાન 91 લાખની રકમ રિકવર કરવામાં પોલીસને સફળતા મળી છે. આ શખ્સે કેટલા ખેડૂતો સાથે છેતરપિંડી આચરી. તેમજ ઠગાઈમાં અન્ય કોઈ સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.