Devbhoomi dwarka: નંદ મહોત્સવનો લાભ લેવા આજે પણ દ્વારકામાં ભાવિકો ઉમટ્યા

|

Aug 20, 2022 | 8:32 PM

દેવભૂમિ દ્વારકામાં ગત રોજ જન્માષ્ટમી (Krishna janmotsav) ઉત્સવ સંપન્ન થયા બાદ આજે નંદ મહોત્સવ (Nand Mahotsav) અને પારણા ઉત્સવમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી  પડ્યા હતા. 

Devbhoomi dwarka: નંદ મહોત્સવનો લાભ લેવા આજે પણ દ્વારકામાં ભાવિકો ઉમટ્યા

Follow us on

દેવભૂમિ દ્વારકામાં ગત રોજ જન્માષ્ટમી  (Krishnajanmotsav) ઉત્સવ સંપન્ન થયા બાદ આજે નંદ મહોત્સવ (Nand Mahotsav) અને પારણા ઉત્સવમાં પણ ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. મોડી રાત્રે 2-30 વાગ્યા બાદ મંદિર બંધ થયા બાદ સવારે નિયત સમયે મંદિર ખૂલ્યું હતું અને નંદ મહોત્સવ દરમિયાન ભાવિકોએ નંદલાલાને પારણે ઝૂલાવવાનો લાભ લીધો હતો. જગત મંદિર દ્વારકામાં (Dwarka) દર્શન માટે ભાવિકોની કતાર લાગી છે. તમામ કૃષ્ણ ભક્તોમાં શ્રી કૃષ્ણના જન્મોત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમજ આજે ભગવાન શ્રી કૃષ્ણને જન્માષ્ટમી પર્વે મહાભોગ ધરાવવામાં પણ આવ્યો હતો.

ધામધૂમથી ઉજવાયો જન્માષ્ટમી ઉત્સવ

ગત રોજ જન્માષ્ટમી ઉત્સવ દરમિયાન ભક્તજનો ઘેલા બન્યા હતા અને બાળ ગોપાલને પારણે ઝૂલાવવાનો લ્હાવો લીધો હતો. બાલ કૃષ્ણના જન્મ અગાઉ રાજ્યના મંદિરોમાં ભગવાનની શોડષોપચારથી પૂજા કરવામાં આવી હતી અને  ભગવાનને મનમોહક શણગાર  ધરાવવામાં આવ્યા હતા. ભગવાનનું આ સ્વરૂપ એવું  મોહક હતું કે ભક્તો  તેમના  સ્વરૂપ ઉપરથી  નજર હટાવી શકતા નહોતા રાત્રે બાર વાગતા જ ભક્તોની દિવસભરની આતુરતાનો અંત આવ્યો હતો અને કિષ્ના કનૈયાલાલ કી જયના નાદ સાથે ભાવિકોએ કૃષ્ણજન્મને વધાવી લીધો હતો.

ભારતમાં તેમજ ગુજરાતમાં ભક્તો ભગવાનના જન્મને વધાવવા આતુર બન્યા હતા. ત્યારે દેવભૂમિ દ્વારકા, (Devbhoomi dwarka) ખેડાના ડાકોરમાં (Dakor) અને શામળાજી તેમજ અમદાવાદમાં ઈસ્કોન, (ISCON) ભાડજ સહિતના કૃષ્ણ મંદિરોમાં અનેરા ઉલ્લાસ અને ભજન કીર્તન સાથે વ્હાલાના જન્મને વધાવી લીધો હતો. ઠેર ઠેર મંદિરોમાં નંદ ઘેર આનંદ ભયોના નાદ ગૂંજી ઉઠયા હતા. દેશભરમાં હાથી ઘોડા પાલખી…જય કનૈયા લાલ કીના નાદ સાથે લોકો જન્માષ્ટમીની ઉજવણી કરી હતી.

તૂટેલા દિલ સિવાય દરેક તૂટેલી વસ્તુને ચીપકાવનાર Fevikwik કેમ તેની બોટલમાં નથી ચીપકતી
Increase Platelets Count : ક્યું જ્યુસ પીવાથી પ્લેટલેટ્સ કાઉન્ટ્સ વધે છે?
આજનું રાશિફળ તારીખ : 27-09-2024
ગુજરાતના 3 સૌથી મોટા મોલ કયા છે? જાણો તેમના નામ
બરફ જેવું દેખાતું ફળ તમારા લીવર માંથી ગંદકી કરશે દૂર, ધડા ધડ ઘટશે વજન
તમને હૃદયની બીમારી નથીને ! દેવરાહા બાબાએ જણાવી જાતે તપાસવાની રીત, જુઓ Video

ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવને વધાવવાનો અનેરો અવસર એટલે જન્માષ્ટમી. આ પાવન પર્વ પર દ્વારકાનગરીમાં દેશ-વિદેશથી આવતા ભક્તોનો મહાસાગર ઘુઘવતો હોય છે. ત્યારે શ્રદ્ધાળુઓ દર વર્ષની માફક વહેલી સવારથી જ દિવસભર શ્રીજીના વિવિધ દર્શનનો લહાવો લઇ શકશે. જન્માષ્ટમી પર્વ પર વહેલી સવારે 6 વાગ્યે પ્રભુની મંગળા આરતી ઉતારવામાં આવી. જે બાદ સવારે 8 વાગ્યે શ્રીજીના ખુલ્લા પડદે સ્નાન અને અભિષેકવિધિ કરાઈ હતી.

Next Article